ભાયડો હો : દેશી ‘પોટલી’ મારી પોલીસની પરીક્ષા આપવા આવ્યો આ ઉમેદવાર

0
1793

આજે રાજ્યભરના મેટ્રો શહેરોમાં એલઆરડીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલ પરીક્ષા દરમિયાન ગાંધીનગરનો એક ઉમેદવારે દેશી દારૂ પી પ્રવેશ મેળવવા પ્રયાસ કરતા પોલીસના હાથે પકડાઈ ગયો હતો. હજુ તો પોલીસ ખાતામાં પ્રવેશ પણ નથી કર્યો ત્યાં જ દેશી ચાલુ કરી દેતા પોલીસે જ આ ઉમેદવારને લોકઅપની હવા ખવડાવી હતી.

આજરોજ ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં લોકરક્ષક ભરતી બોર્ડ
દ્વારા લોકરક્ષકની લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હોય જે પરીક્ષા દરમ્યાન
રાજકોટ શહેરના તમામ સેન્ટરો ઉપર લોકરક્ષકની લેખીત પરીક્ષામાં સઘન ચેકીંગ કરીવામાં આવ્યું હતું. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ રાજકોટ યુનિ.રોડ ટી.એન.રાવ કોલેજ ખાતે પોલીસ સ્ટાફ લોકરક્ષક ઉમેદવારોનું એન્ટ્રી ગેટ ઉપર સ્ક્રીનીંગ-ચેકીંગ કરતા હતા.તે દરમ્યાન ઉમેદવાર સોમાભાઇ કેહરાભાઇ ગમાર ઉ.વ.૩૭ રહે. ગાંધીનગર, બોરીજ ગામ કોટવાસ મુળ ચોરસાણ પો.સ્ટ ગોરડ તા. દાંતા જી. બનાસકાંઠા વાળો પીધેલ હાલતમાં મળી આવ્યો હતો.

આ શખ્સની પુછપરછ કરતા જણાવેલ કે ગઇ કાલ તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજ તેના મિત્ર શૈલેષે કાંટનો જન્મ દીવસ હોય જેથી પોતાના ઘરે પોતે તથા કમલેશ કાંટ તથા અરવીંદ કાંટ
તથા મગન કાંટનાઓએ દેશી દારૂની પોટલી પીધેલ હતી અને બાદ આજરોજ
તા.૧૦/૦૪/૨૦૨૨ ના રોજ સવારના ચારેક વાગ્યે આ પોટલીમાથી એક પોટલી વધેલ હોય તે પોટલી પીધેલ અને બાદ સાડા ચાર વાગ્યાના સુમારે ગાંધીનગરથી રાજકોટ પરીક્ષા આપવા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી જેને લઈને રાજકોટ પોલીસે આ આરોપી સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી મેડિકલ પરીક્ષણ કરાવી, લોકઅપ ભેગો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here