પ્રેરણાદાયી કાર્ય: ધુવાવ ગામે યોજાયેલ ભાગવત્ સપ્તાહનો ફાળો કન્યા છાત્રાલયને અર્પણ

0
423

ધર્મનગરી જામનગરની ભાગોળે આવેલ ધુવાવ ગામને આંગણે ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું, પરમાર (સતવારા) પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ભાગવત્ સપ્તાહમાં એક સપ્તાહ સુધી ધાર્મિક માહોલ સર્જાયો હતો. ધૂવાવ ગામે સતવારા સમાજ કન્યા છાત્રાલય ખાતે સ્વ. છગનભાઈ કાનજીભાઈ પરમારના પરિવારજનો દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું.

સ્વ. છગનભાઈની અંતિમ ઈચ્છા અને તેના સંકલ્પના ભાગરૂપે તેમના પુત્રો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી,જામનગર મોટી હવેલીનાં મહંત પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભરાય મહોદયએ ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાહનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસાસને બિરાજમાન અર્થવવેદાચાર્ય ૫. પૂ. વૈદિક શાસ્ત્રી સાગરભાઈ ભટ્ટ તેમની અમૃત વાણીથી સંગીતમય શૈલી દ્વારા કથામૃતનું રસપાન કરાવ્યુ હતું. સપ્તાહ દરમિયાન રોજ પાંચ હજારથી પણ વધુ ધર્મપ્રેમી જનતા રસપાન કરી અભિભૂત બન્યા હતા. ધુવાવ ગામના સતવારા સમાજ દ્વારા આ સપ્તાહના રસોડાની જવાબદારી નિભાવી હતી. દરરોજ ત 100 થી પણ વધુ યુવાનો રસોડામાં સેવા આપી સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.

સ્વ છગનભાઈ કાનજીભાઈ પરમાર અને મણીબેન છગનભાઈ પરમારની પ્રેરણાથી તેમના પુત્ર જીતુભાઈ છગનભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, શૈલેષ ભાઈ પરમાર અને પરેશભાઈ પરમાર પરિવાર દ્વારા 30 મે થી 5 જૂન દરમિયાન ભવ્ય ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ભાગવત્ સપ્તાહ મહાયજ્ઞમાં જે કોઈ પણ ફંડ આવે તે કન્યા છાત્રાલયમાં આપવાનો મહત્વનો પ્રેરણાદાયી નિર્ણય કરાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here