લાલપુરમાં આ સખ્સ બંધ બારણે રમાડતો હતો જુગાર ને એલસીબી ત્રાટકી, ચાર પકડાયા

0
848

જામનગર : જામનગર જીલ્લાના લાલપુરમાં લોહાણા શેરીમાં રહેતા એક સખ્સના ઘરે એલસીબી પોલીસે દરોડો પાડી ચાર સખ્સોને એક લાખની રોકડ સાથે દબોચી લીધી છે. જયારે બે સખ્સોને ભનક આવી જતા નાશી ગયા હતા.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે લોહાણા શેરીમાં રહેતો નૈતિક જયેશભાઈ લોહાણા નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે જામનગર એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાન અંદર જુગાર રમી રહેલા મકાન માલિક નૈતિક રૂપારેલ ઉપરાંત સલિમ પ્યારઅલી ખ્વાજા, પ્રિયેશ ગિરધરભાઈ માકડિયા અને આસીશ દિલિપભાઈ વાછાણી નામના શખ્સો ૧૦૪૦૦૦ની રોકડ સાથે પકડાયા હતા. જ્યારે પોલીસે રોકડ ઉપરાંત અડધા લાખની કિંમતનું મોટરસાઇકલ પણ કબ્જે કર્યું હતું. આ દરોડા દરમિયાન હાર્દિકભાઈ જગદીશભાઈ સચદેવ અને મોસીનભાઈ બસીરભાઈ મહેમદ નામના બંને શખ્સો નાશી ગયા હતા. પોલીસે આ બંને શખ્સોને ફરાર જાહેર કરી આ સમગ્ર પ્રકરણ અંગે લાલપુર પોલીસ દફ્તરમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here