જામનગર: બખેડો કરતી મહિલાઓએ પોલીસ કર્મચારીઓને પણ ન છોડ્યા

0
1223

જામનગરમાં ડીકેવી કોલેજ સામેના રોડ પર ઝઘડો કરતી મહિલાઓ ટ્રાફિક અવરોધતા પોલીસે દૂર ખસી જવા કહ્યું હતું જેને લઇને ત્રણ મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો દરમિયાન પોલીસ સ્ટેશન લઈ જવાયેલી આ ત્રણેય મહિલાઓએ પોલીસ કર્મચારીઓ સામે હથાપાઈ કરી ખુરશી તોડી નાંખી નુકશાન પહોંચાડી હતી. સીટી બી ડિવિઝન પોલીસે માતા-પુત્ર સહિત ત્રણેય મહિલાઓ સામે ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સમક્ષ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ બનાવ અંગે પોલીસે  લક્ષ્મીબેન  રાજુભાઈ બાબરીયા રહે. ગોડલ, નદીના સામે કાંઠે, સીવીલ હોસ્પીટલ બાજુમાં,  માનસીબેન  મયંકભાઈ માધવ રહે. પુનીતનગર પાસે, ખોડીયાર પાર્ટી પ્લોટ વાળી શેરી, જામનગર અને રુચીબેન રાજુભાઈ બાબરીયા રહે. ગોકુલનગર, શાંતીનગર, શકતીનગર વાળી શેરી, જામનગર વાળી માતા પુત્રી સહિત ત્રણેય મહિલાઓ સામે ઈપીકો કલમ ૧૮૬,૩૩૨,૩૫૩,૧૬૦, ૩૨૩,૫૦૪, ૪૨૭,૧૧૪ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ ૩ મુજબ ફરિયાદ નોંધી હતી. આ આરોપી મહીલાઓ ડીકેવી કોલેજ રોડ પર ઉભા રહી, બોલાચાલી ઝગડો બખેડો કરતા હતા ત્યારે જે કારણે ટ્રાફીક જામ થઇ ગયો હતો.

જેને લઈને અહીંથી પસાર થયેલ પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈએ ત્રણેય મહિલાઓને સાઈડમા જવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલ મહિલાઓ બોલાચાલી કરવા લાગી હતી. દરમિયાન પોલીસ દ્વારા ત્રણેયને પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા લઈ આવી હતી  જ્યાં તહાજર અન્ય પોલીસ સ્ટાફ સાથે આ ત્રણેય મહિલાઓએ બોલાચાલી અને ઝગડો કરી,  વુમન પોલીસ ચાંદનીબેન અને ચંદ્રીકાબેનને પર હુમલો કરી ઝાપટો તથા લતો મારી હતી.

તેમજ  ઝાપટો મારી, ઈન્વે રુમમાં રહેલ ખુરશી પોલીસને મારવા ઉપાડી લઈ, ખુરશી ટેબલ સાથે ભટકાતા ખુરશી તોડી નાખી કી રુ ૫૦૦ ની નુકશાની કરી, સ્ટેશનરી તથા કાગળો ટેબલ પરથી ઉપાડી ફેકી દઈ, પોલીસ કોન્સ્ટેબલ જીતેંદ્રભાઈ પર હુમલો કરી, તેમના ડ્રેસમા લગાવેલ નેમ પ્લેટ ખેચી તોડી નાખી પોલીસ ની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. આ ત્રણેય મહિલાઓએ પોલીસને ઝાપટો, લતો મારી વ્યથા કરી એકબીજાને મદદગારી કરી હોવાનો ફરિયાદમાં આરોપ લાગવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here