જામનગર અપડેટ્સ : આમ તો મેટ્રો સિટીમાં સામાજિક સંબંધની ઘનિષ્ટતા અને પરિવાર વચ્ચે બહુ જાજુ જામતું હોતું નથી. સમાજમાં આધુનીકરણની સાથે અનિષ્ટ તત્વ પણ ઘુસી ગયું છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અહી એક પરિણીતા પોતાના સાસુને સસરાના બેડરૂમમાં કઢંગી હાલતમાં જોઈ ગયા બાદ વહુના દુ:ખના દિવસો શરુ થઇ ગયા, ઓર તો ઓર તેણીએ પતિએ પણ પરિણીતાને જે વાત કહી તેનાથી સબંધમાં કેટલી અનિષ્ટતા સમાયેલ છે તેનો તાગ મળે છે.

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં પોતાના પિયરમાં ચાલી આવેલ એક પરિણીતાએ તેના સાસુ, સસરા અને પતી સહિતના સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપી રૂ. 30 લાખની રકમ પીયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઓર તો ઓર પરિણીતાએ ફરિયાદમાં સાસુના અનૈતિક સબંધને લઈને પણ ગંભીર આરોપ લગાવ્યા છે. ત્રણ વર્ષ પૂર્વે લગ્ન સમયે પિયરે રૂપિયા ૫૦ લાખનું કરિયાવર આપ્યુ હોવાનો પરિણીતાએ દાવો કર્યો છે. ઉપરાંત બે વર્ષ પૂર્વે એક એકટીવા પણ લઇ દીધું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જો કે સંસાર ઝેર થવાની નોબત ત્યારથી શરુ થઇ જયારે તેણીએ એક દિવસ રાત્રે તેના સાસુમાંને તેના સસરાના મિત્ર સાથે તેના જ રૂમમાં કઢંગી હાલતમાં જોઈ લીધા હતા. આ બાબતે પતિને જાણ કરતા પતીએ પણ તેણીને કહી દીધું હતું કે તેના ભાઈને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે રૂ.30 લાખની મદદ કરી, એટલે માતા તેની સાથે આડા સંબંધ રાખે છે. તું આ રૂપિયા પીયરમાંથી લઇ આવ તો બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ નહીં રાખે એમ કહી પૈસા પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું. આ બાબતે તેણીએ વાડજ પોલીસ દફતરમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.