છેલ્લા પાંચ વર્ષનીના ગાળામાં હું સતત જનતા વચ્ચે રહ્યો છું. સતત ગામડાઓની મુલાકાત દરમિયાન અનેક વખત પ્રજાએ સવાલો કર્યા છે. બે વર્ષ પૂર્વે ખરેડી ગામની મુલાકાત વખતે બ્રિજની સમસ્યા પ્રશ્ને જનતાને મને ઘેરી લીધો હતો. જનતાની આંખોમાં જોવામાં આવેલ નેતાઓ પ્રત્યેની નારાજગી મને દેખાઈ આવી હતી. આ નારાજગી-ઉદાસીનતાને દૂર કરવા હું સતત અને સખત સરકાર સામે લડ્યો છું. ત્રણ વખત ગાંધીનગર ધક્કા ખાઈ બ્રિજનું કામ મંજૂર કરાવ્યું છે. ખુશી એ વાતની છે કે આ કામ મંજુર કરાવી ખાત મુર્હુત કરાવ્યું છે. એમ પ્રવીણભાઈ મુસડીયાએ જણાવી પ્રજાની લાગણી અને માંગણી સંતોષી હોવાનો ભાવ રજુ કર્યો છે. પ્રજાલક્ષી કામને આધારે જ પ્રજા ધારાસભ્ય ચૂંટતી હોય છે. મારા કામ બોલે છે એવો વિશ્વાસ વ્યક્ત કરી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે વધુ એક વખત પ્રજા મારા પર ધારાસભ્યની જવાબદારી મુકશે જ.

તાજેતરમાં કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસળીયા સાથે મુલાકાત થઈ સાવ સરળ વ્યક્તિત્વ ધરાવતા અને પ્રજાપ્રેમી એવા પ્રવીણ મુસળીયાએ પોતાના કાર્યકાળ દરમિયાન કામોની ઝલક આપી હતી.
પોતાને થયેલા અનુભવ વિશેની તેઓએ વિસ્તારથી વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2020ની 13મી જાન્યુઆરીના દિવસે તેઓ ગામડે ગામડે લોક સંપર્ક કરી રહ્યા હતા ત્યારે ખરેડી ગામના લોકોએ તેઓને ઘેરી લીધા હતા. ખરેડી ગ્રામજનોએ વર્ષો જુના બ્રિજના પ્રશ્નને ઉકેલવાની ઉગ્ર માંગણી કરી હતી. જે તે સમયે એ લોકોની આંખોનો ભાવ અને ચહેરા ની ઉદાસીનતા પ્રવીણભાઈ જાણી ગયા હતા અને આ કામ કરાવવાનો વાયદો કર્યો હતો. તે દિવસથી માંડીને છેક ખાત મુર્હુત થયું ત્યાં સુધી પ્રવીણભાઈ સતત આ જ કામનું મોનિટરિંગ કરી રહ્યા હતા.

આગળ જણાવતા તેઓએ કહ્યું કે, બ્રીજના વર્ષો જૂના પડતર પ્રશ્નને લઈને તેઓ ત્રણ વખત ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરી હતી.
આ બ્રિજ કોઈ પણ સંજોગોમાં બનાવીને જ ઝંપીશ એવો વિશ્વાસ જે તે સમયે લોકોને અપાવ્યો હતો. બ્રિજના કામ માટે સંઘર્ષ કર્યા બાદ આ કામ મંજૂર થયું હતું.
એમ જણાવી આગળ ઉમેર્યું કે, આજે મને આનંદ એ વાતનો છે કે, લાંબા સમયની મહેનત બાદ બ્રિજનું કામ મંજુર કરાવી મેં જ ખાત મુર્હુત કર્યું છે અને જનતાનો નેતાઓ પરથી ઉડી ગયેલો વિશ્વાસ ફરી વખત કાયમ કર્યો છે.

કોંગ્રેસે વધુ એક વખત કાલાવડ વિધાનસભા બેઠક પર પ્રવીણભાઈ મુસડીયાને ઉતાર્યા છે. ત્યારે પ્રજાના કાર્યમાં સતત વ્યસ્ત રહેતા એવા પ્રવીણભાઈ મુસડીયાને ફરી વખત ધારાસભ્ય બનાવવા માટે જનતાએ પણ સંકલ્પ કર્યો હોય તેમ ઠેર ઠેરથી પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.