જામનગર: છઠ્ઠી વિધાનસભાની આઠેય બેઠકોના લેખાજોખા

0
457

છઠ્ઠી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ત્રીજી મે 1985 ના રોજ યોજાઇ હતી જેમાં વધુ એક વખત કોંગ્રેસે બાજી મારી હતી. 182 પૈકી 149 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી કોંગ્રેસે સત્તા સંભાળી હતી. આ વિધાનસભામાં ભાજપને 11 બેઠકો અને જનતા પાર્ટીને 14 બેઠકો મળી હતી. જ્યારે 8 બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી.
જામનગર જિલ્લાની વાત કરીએ તો કુલ આઠ પૈકી પ્રથમ વખત ભાજપને ત્રણ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ચાર અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

કઈ કઈ પાર્ટીઓ હતી મેદાને??

BJP- ભારતીય જનતા પાર્ટી
CPI- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
CPM- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કશીસ્ટ)
INC- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
JNP- જનતા પાર્ટી
DDP- દુરદર્શી પાર્ટી

24 જોડિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ?કેટલું થયું મતદાન ?

આ બેઠક પર કુલ 91,439 મતદારો નોંધાયા હતા જે પૈકી 46,967 મતદારોએ કુલ 51.36 ટકા મતદાન કર્યું હતું કુલ મતદાનના 2.39 ટકા એટલે કે 1122 મત રદ થયા હતા. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી થઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવારનો માત્ર 257 મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત ?

છઠ્ઠી વિધાનસભાની જોડિયા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો.જેમાં કોંગ્રેસના ડાયાભાઈ દેવશીભાઈ ભીમાણીને 22,450 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર મગનભાઈ અંબાભાઈ કાસુન્દ્રાને 22,193 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવારનો માત્ર 257 મતથી પરાજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરીએ તો અપક્ષ કાનજીભાઈ માયાજીભાઈ ચાવડાને 497 મત, જોરુભા શિવુભા સોઢાને 369 મત અને હાસમ ઈશાકને 336 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

જામનગર શહેરની આ બેઠક પર પ્રથમ વખત ભાજપનું કમળ ખીલ્યું હતું આ બેઠક પર 95071 મતદારો પૈકી 47,430 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો કુલ 49.89 ટકા મતદાન થયું હતું જે પૈકી 824 મત રદ થયા હતા. આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને 61.87 ટકા મત મળ્યા હતા.

કેટલા ઉમેદવારો વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ? કોન થયું વિજેતા?

છઠ્ઠી વિધાનસભાની જામનગર બેઠક પર કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો જેમાં બીજેપીએ બાજી મારી હતી આ બેઠક પર બીજેપીના વસંતભાઈ સંઘવીને 28,834 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસ પાર્ટીના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ચાકી એ. કરીમ હાજી અહેમદને 17,105 મત મળ્યા હતા.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ રતનભાઇ શ્યામ પ્રસાદ શાહને 189 મત, ડીડીપીના પ્રાગજી ભટ્ટી જેસલભાઈને 95 મત, જ્યારે અપક્ષ તરીકે દાવેદારી કરનાર બાબલી કટારમલને 95 મત, હર્ષદભાઈ રાયઠઠ્ઠાને 79, ઈબ્રાહીમભાઇ ઇસ્માઈલભાઈ ખફીને 68 મત, રમણીકલાલ પરસોત્તમદાસ આચાર્યને 46 મત,જેનુદિન બદરુદિન ધ્રોલિયાને 43 મત, બાબી અબ્દુલ રશીદ ઈસ્માઈલને 32 મત અને પંડ્યા નટવરલાલ રૂગનાથ ભાઈને 20 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક

અનુસૂચિત જનજાતિ માટેના ઉમેદવારોની આ અનામત બેઠક પર કુલ 111286 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 22,550 મતદારોએ મતદાન કર્યું હતું જે કુલ મતદારોના 20.26% મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાનું સૌથી નીચું મતદાન જામનગર ગ્રામ્યનું થયું હતું. આ મતદાન પૈકી 548 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવારો વચ્ચે થયો ચૂંટણી જંગ ? કોણ થયું વિજેતા?

છઠ્ઠી વિધાનસભાની જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો આ ચૂંટણી જંગમાં કોંગ્રેસે બાજી મારી હતી. કોંગ્રેસના ભીમજીભાઈ નારણભાઈ હિરાણીને 14,906 મત એટલે કે કુલ મતદાનના 67 ટકા મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના અપક્ષ ઉમેદવાર તુલસીદાસ જીવાભાઇ પરમારને 4771 મત મળ્યા હતા આમ કોંગ્રેસના ઉમેદવારનો 10135 મતથી વિજય થયો હતો.

અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ નાથાલાલ ભીમાભાઇ પરમારને 1363 મત, સામત ડાયાભાઈ પરમારને 534 મત, ગૌતમ પ્રેમજીભાઈ ગોહિલને 345 મત અને છગનલાલ કાલિદાસભાઈ જાગાણીને 83 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ 95,674 મતદારો નોંધાયા હતા. જે પૈકી 46,576 મતદારોએ કુલ 48.68 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ મતદાન પૈકીના 241 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા, કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં પ્રથમ વખત ભાજપે આ બેઠક પ્રાપ્ત કરી હતી. આ બેઠક પર ભાજપના કેશુભાઈ સવદાસભાઇ પટેલનો 24196 મત મળ્યા હતા. જ્યારે રાઘવજીભાઈ હંસરાજભાઈ મૂંગરાને 19,704 મત મળ્યા હતા. આમ ભાજપના કેશુભાઈનો 4492 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ પ્રતાપરાય ઈશ્વરલાલ ત્રિવેદીને 1033 મત જ્યારે જનતા પાર્ટીના અરજણભાઈ નારણભાઈ ગજેરાને 402 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

છઠ્ઠી વિધાનસભાની આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયાના પિતાએ જનતા પાર્ટીના ઉમેદવારને પછડાટ આપી કોંગ્રેસના ખાતામાં નાખી હતી. આ બેઠક પર કુલ 88,153 મતદારો પૈકી 39,248 મતદારોએ કુલ 44.52 ટકા મતદાન કર્યું હતું. જે મતદાન થયું હતું તે પૈકીના 1154 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ ?કોણ થયું વિજેતા?

આ બેઠક પર કોંગ્રેસ અને જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર થઈ હતી. માત્ર બે જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો હતો જેમાં રમેશભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયા ને 25,303 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી જનતા પાર્ટીના લાલજીભાઈ રતનસીભાઈ કડીવારને 12891 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના રમેશભાઈનો 12412 મતથી વિજય થયો હતો. વિજેતા કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈને કુલ મતદાન પૈકીના 66.25 ટકા મત મળ્યા હતા જ્યારે જનતા પાર્ટીના કડીવારને 33.75% મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

છઠ્ઠી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં 29 ભાણવડ વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપે બાજી મારી હતી. આ બેઠક પર 74,797 મતદારો પૈકી 36,951 મતદારોએ કુલ 49.40 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમકસનો જંગ ખેલાયો હતો. જેમાં પાતળી સરસાઈથી ભાજપનો વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ કોનો થયો વિજય, કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ છ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપના મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાને 12457 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર આલાભાઈ કરસનભાઈ કરમુરને 12131 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવારનો 326 મતથી વિજય થયો હતો.

જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ મોહનલાલ હિરજીભાઈ રાબડીયાને 8,855 મત, વીરચંદભાઈ લખમશીભાઈ પેથડને 1903 મત, મારખીભાઈ જગાભાઈ ડાંગરને 453 મત અને ખીરા આમેદ અલીને 162 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ 88,022 મતદારો નોંધાયા હતા જે પૈકી 48008 મતદારોએ કુલ 54.54 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર થયેલા મતદાન પૈકીના 1153 મત રદ થયા હતા. વધુ એક વખત આ બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

કેટલા ઉમેદવાર વચ્ચે થયો જંગ ? કોનો થયો વિજય, કોને મળ્યા કેટલા મત?

ત્રીજી મેં 1985ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ફરી એક વખત જનાધાર અપક્ષના ફાળે ગયો હતો. આ બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ રામભાઈ માડમને 24,385 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના ઉમેદવાર ખીમાજી નાનભા જાડેજાને 21266 મત મળ્યા હતા, આમ અપક્ષ ઉમેદવાર હેમંતભાઈનો 3119 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 6.66 ટકા મત દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, આ બેઠક પર અપક્ષ ભોગાયતા મનસુખલાલ પ્રભુદાસભાઈને 621 મત, પ્રેમજીભાઈ લખમણભાઇ પરમારને 351 મત અને હારૂન બચુભાઈ ભગાડને 232 મત મળ્યા હતા.

૩૧ દ્વારકા વિધાનસભા બેઠક

દ્વારકા વિધાનસભા બેઠક પર કુલ 96,837 મતદારો નોંધાયા હતા જે પૈકી 46,967 મતદારોએ કુલ 48.50 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર થયેલા મતદાન પૈકીના 983 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 2.09 ટકા મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે ખેલાયો ?જંગ કોણ થયું વિજેતા, કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંઅપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા જમનાદાસ ગોકલદાસ પાબારીને 24,601 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન ગૌરીશંકરભાઈ ત્રિવેદીને 18,749 મત મળ્યા હતા. આમ, અપક્ષ ઉમેદવારનો 5,852 મતથી વિજય થયો હતો. જે કુલ માન્ય મતના 12.73% મત દર્શાવે છે.

જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, અપક્ષ રમેશકુમાર નાથાલાલ પોપટને 780 મત, કિરીટકુમાર ડાયાલાલ જાનીને 540 મત, વાલજીભાઈ નાથાભાઈ ચાવડાને 442 મત, કાનભા જેસાભા માણેકને 243 મત, ડીડીપીના યોગેન્દ્ર રમણલાલ વાયડાને 220 મત, સોનગરા વલ્લભ અરજણભાઈને 123 મત, લાલજી ભોવાન સોલંકીને 116 મત, ચાંડપા અરજણ આલાભાઇને 105 મત, રાયદેભાઈ વેરશીભાઈ ગઢવીને 65 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here