હાય રે કોરોના : ધંધામાં મંદી આવી, બકાલી પર આવ્યું આર્થિક સંકટ, પણ વ્યાજખોર એકના બે ન થયા..પછી ??

0
864

જામનગર અપડેટ્સ : જામનગરમાં નવાનગર રેલ્વે સ્ટેશન પાસે ગુજરી બજારના મેદાનમાં શાકભાજીનો ધંધો કરતા પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પોરબંદરના આસામી પાસેથી વ્યાજે લીધેલ રકમ લોકડાઉનના કારણે ચુકવી ન શકાતા લેણદારે વારંવાર ઉઘરાણી કરતા શાકભાજીના ધંધાર્થીએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં પટેલ કોલોની 9 નંબરમાં મનીષભાઇ બ્રાહ્મણના મકાનમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા જીતુભાઇ હરિભાઇ બથીયા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગઇકાલે દસેક વાગ્યે નવા રેલ્વે સ્ટેશન પાસે ભરાતી રવિવારી ગુજરીના મેદાનમાં ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢે ઝેરી દવા પી લેતા લોકો એકત્ર થઇ ગયા હતા અને તેઓએ પ્રૌઢને હોસ્પિટલ ખસેડયા હતા. જયાં તબીબોએ પ્રૌઢને તાત્કાલિક સારવાર આપી ભયમુકત કર્યા હતા. આ બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને ભોગગ્રસ્ત જીતુભાઇ બથીયાનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં પોરબંદરના મનોજભાઇ બાબુભાઇ વાંઝા પાસેથી દસેક વર્ષ પૂર્વે બે ટકા લેખે રૂા.દોઢ લાખની રકમ વ્યાજે લીધી હતી. જેનો માસીક હપ્તતો ત્રણ હજાર આપવાનો હોય પરંતુ લોકડાઉનના કારણે ધંધો બરોબર ચાલતો ન હોવાથી હપ્તો ભરવામાં આર્થિક સંકળામણ આવી હતી. બીજી તરફ પોરબંદરના આસામીએ વારંવાર ઉઘરાણી કરતા જીતુભાઇએ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. ભોગગ્રસ્ત ઉપરોકત નિવેદન આપતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here