કોરોના અપડેટ: નવા દર્દીઓમાં આંશિક ઉછાળો, ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના મોત

0
253

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, જોકે આજે મૃત્યુનો દર યથાવત રહ્યો હતો.અને  છેલ્લા ૨૪ કલાક દરમિયાન  સરકારી  જી.જી.હોસ્પિટલમાં ૧૨ દર્દીઓ ના મૃત્યુ થયા છે.ઉપરાંત કોરોના ના કેસ મામલે વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો પણ ત્રણ દિવસ થી માત્ર ડબલ ડિઝીટમાં આવી ગયો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. જામનગર શહેરના ૫૧ અને ગ્રામ્યના ૩૭ સહિત ૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૯૩ અને ગ્રામ્યના ૫૮ મળી એકીસાથે ૧૫૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. બીજી તરફ ત્રણ દિવસની વાત કરવામાં આવે તો કોરોનાના નવા દર્દીઓમાં આંશિક ઉછાળો આવ્યો છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન અનેક દર્દીઓ મૃત્યુ પામી રહયા હતા, જેમા હવે રાહત જોવા મળી છે. સમગ્ર જીલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૬૮ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૧૨ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૪૧૫ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,અને ત્રણ ડીઝીટ માંથી ડબલ ડીઝીટ માં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૫૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧,૭૬૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૭ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૨૨૯ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૫,૧૯૮ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર થોડો ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૪૧૫ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૯૩ અને ગ્રામ્યના ૫૮ મળી ૧૫૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૮ નવા દર્દીઓ નોંધાયા હોવાનું મેડીકલ બુલેટીનમાં સામે આવ્યું છે. જે છેલ્લા ત્રણ દિવસમાં વધારો સૂચવે છે. ત્રણ દિવસમાં અનુક્રમે ૬૬, ૮૩ અને ૮૮ દર્દીઓ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here