ભારે કરી : ભાજપના રાજમાં ભાજપના જ ડેપ્યુટી મેયરને રજૂઆત કરવી પડે કે…

1
440

જામનગર અપડેટ્સ : છેલ્લા અઢી દાયકાથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપાનું શાસન છે. વિપક્ષના કામ ન થાય અને એ બાબતે રજુઆતો કરવામાં આવે તે સમજાય તેવી વાત છે પણ હાલના ડેપ્યુટી મેયર દ્વારા ભૂગર્ભ ગટર બાબતે રજૂઆત કરવામાં આવે તે અસહ્ય કહી શકાય, તત્કાલીન કોર્પોરેટર પિતા દ્વારા કરવામાં આવેલ રજૂઆતને કચરા ટોપલીમાં નાખી દેવામાં આવતા હાલ ડેપ્યુટી મેયર બની ગયેલ પુત્રએ આ જ મુદ્દે કમિશ્નરને ત્રણ દિવસમાં તપાસ રીપોર્ટ સોંપવા તાકીદ કરી છે.

જામનગરમાં એક દાયકા ઉપરાંતના સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જ્યારથી આ કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારથી એક એવો વોર્ડ નથી જ્યાંથી નબળી કામગીરી અંગેની રજુઆતો સામે આવી ન હોય, છતાં પણ તંત્ર જે તે કોન્ટ્રાકટ પેઢી પ્રત્યે અપાર લાગણી હોય તેમ કોઈ રજૂઆતને ગાંઠતું જ નથી. આવી જ રજૂઆત વોર્ડ નંબર ૧૧માંથી ભાજપનાં કોર્પોરેટર જશરાજ પરમાર દ્વારા કરવામાં આવી હતી. જે તે સમયે મેયર અને વિરોધ પક્ષના નેતાને સાથે રાખી પરમાર દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું હતું. છતાં પણ જે તે શાખાના અધિકારી પર કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આ બાબતે યોગ્ય નિકાલ કરવા તત્કાલીન કોર્પોરેટરના ડેપ્યુટી બની ગયેલ પુત્ર તપન પરમાર દ્વારા કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જે તે અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને આ કાર્યવાહીનો રીપોર્ટ ત્રણ દિવસમાં રજુ કરવા ડેપ્યુટી મેયર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

1 COMMENT

  1. જામનગર માં હજી પણ પાર્કિંગ વગર કોમ્પલેક્ષ બની રહ્યા છે તેની ફરિયાદ પણ કરવામાં આવેલી છે . છતાં હજી સુધી કોર્પોરેશન ના અધિકારીઓ ઓ ચેક કરવા પણ નથી આવ્યા .જ્યારે નિયમ invord વિભાગ માં દીધા ના 24 કલાક માં તપાસ કરવી પણ ભ્રષ્ટાચાર થી ચાલતું તંત્ર આંખ આડા કાન કરી ને ચાંદી બજાર જેવા વિસ્તાર માં પાર્કિંગ સ્પેસ મૂક્યા વગર ની પરમિશન જાણે આપતા હોય તેમ ત્યાં કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે .અને પ્રજા પાસે થી પાર્કિંગ ના પૈસા ઉઘરાવવા નીકળેલા સતાધીશો ને કોઈ સમજ નથી કે આ કોમ્પલેક્ષ માં પાર્કિંગ હોવું જરૂરી છે .ભૂતકાળ ભૂલી જાઓ પણ નવા માં પાર્કિંગ પોલિસી નો નિયમ તો અમલ કરઆવો પછી પાર્કિંગ paid પોલિસી દેજો પેલા ભ્રષ્ટાચારી અધિકારી ને પૂછો કે ચાંદી બજાર જેવા વિસ્તાર માં પાર્કિંગ વગર પ્લાન કોણે પાસ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here