હાલાર : સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં ઝાપટાથી અઢી ઇંચ વરસાદ

0
517

જામનગર : આજે દિવસ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સવારના છ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકના ગાળામાં ઝાપટાથી માંડી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાલીયામાં નોંધાયો છે જયારે ધ્રોલ-જોડીયામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજ સવારથી જ વરસાદી માહોલ રચાયો હતો.જેમાં સૌથી વધુ ખંભાલીયામાં વરસાદ નોંધાયો હતો. સાંજના છ વાગ્યા સુધીના પુરા થતા બાર કલાકના ગાળામાં અહી અઢી ઇંચ વરસાદ(૬૨ મીમી) અને દ્વારકામાં પોણા બે ઇંચ (૪૬ મીમી) જયારે ભાણવડમાં બે ઇંચ (૫૬ મીમી)વરસાદ નોંધાયો છે. બીજી તરફ કલ્યાણપુર તાલુકા મથકમાં વરસાદ નોંધાયો નથી પરંતુ ગ્રામ્ય પંથકમાં ભાટિયા સહિતના ગામડાઓમાં સારો વરસાદ થયો છે. આ ઉપરાંત જામનગર જીલ્લાની વાત કરીએ તો સાંજના છ વાગ્યા સુધીના ગાળામાં જામનગરમાં દોઢ ઇંચ (૩૨ મીમી), લાલપુરમાં પોણો ઇંચ (૧૮ મીમી), જામજોધપુરમાં પોણા બે ઇંચ (૪૩ મીમી)  ધ્રોલમાં ઝાપટા (બે મીમી) અને કાલાવડમાં સવા ઇંચ જયારે જોડીયામાં પણ પાંચ મીમી રૂપી ઝાપટા પડ્યા હતા. જામનગર શહેરમાં દોઢ ઇંચ (૩૨ મીમી) સતાવાર વરસાદ નોંધાયો છે. જેને લઈને નીચાણવાળા નવાગામ ઘેડ, ભીમવાસ, મધુરમ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here