નવાજુનું : ખેડૂતોને વ્યાજ માફી આપી તો બેંક કેમ વશુલે છે વ્યાજ : આંબલીયા

0
531

જામનગર : રાજ્યમાં કોરોના સંકટને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ પાકધિરાણમાં વ્યાજ માફીને લઈને આજે કિશાન કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને સંબોધી કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારની માફીની જાહેરાત છતાં બેક કેમ વ્યાજ  વસુલે છે ? એવા સવાલ કરી વ્યાજ પરત કરવાની માંગણી કરવામાં આવી છે.

 કોરોના કહેર વચ્ચે પાક ધિરાણને લઈને સરકારે આપેલ રાહત માત્ર દેખાવ પુરતી જ હોવાના કિશાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. દર વર્ષે પાક ધિરાણની લોનને લઈને ખેડૂતો નવા-જુના આર્થિક વ્યવહાર કરતા હોય છે. સરકારે આ વખત જે સાત ટકા વાર્ષિક વ્યાજ છે તે માફ કરવાની વાત કરી છે. પરંતુ આ વ્યાજની રકમ તો બેંકો વશુલી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો બેન્કોને વ્યાજ આપતી હોય તો બેંકો કેમ વ્યાજ વસુલે છે.

સરકારના પરિપત્રનો બેંકો અનાદર કરી રહી છે ત્યારે જે ખેડૂતો પાસેથી વ્યાજ વશુલી લીધું છે એ વ્યાજની રકમ પાછી આપે એમ માંગણી સાથે આજે કોંગ્રેસ કિશાન સેલની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જામનગર કલેકટરને રજૂઆત કરવામા આવી છે. જેમાં જે ખેડુતો પાસેથી વ્યાજ વશુલી લેવામાં આવ્યું છે તે વ્યાજ પરત કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી તથા કૃષિ મંત્રી ખેડૂતોને ઉઠા ભણાવતા હોવાનો પણ આક્ષેપ કિશાન સમિતિના ચેરમેન પાલ આંબલીયાએ કર્યો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here