દૂરથી સલામ : કંઇ વાંઘો નઇં, હું મરી જઇશ તો તું જીવી લે…આપઘાત પૂર્વે યુવકનો હ્રદયદ્રાવ

0
576

જામનગર અપડેટ્સ : સુખીથી જીંદગી, આઇ લવ યુ ઉષા રમેશ ભલે બે બાપની ઓલાદ કઇની તારા મનની ઇચ્છા છે, જીવ મારો જશે…. આવતા જનમારે પાછા મળીશું…. આઇ લવ યુ ઉષા… બે બાપની ઓલાદ… તું મારી સાથે રમત રમી ગઇ પણ હું નથી રમ્યો તારી સાથે રમત…. આવો રૂડો અવતાર વારે ઘડીએ નહીં મળે… બાય-ઉષા-રમેશ…એની એ જેવું કરયું એવું મે કર્યું….

આવી હૃદયની અંતિમ ભાવનાને એક કાગળમાં કંડારી વડોદરાના શ્રમિક યુવાને પોતાના કામના સ્થળે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના અને હાલ વડોદરા ખાતે સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના ગેટ પાસે આવેલ અંબિકા વિજય શેરડી રસઘરમાં કામ કરતા રમેશ સંગાભાઇ ડામોરે ઉ.વ. ૨૬, નામના યુવાને પોતાના કામના સ્થળે રસઘરના છતના પંખા સાથે વાયર બાંધી ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. શનિવારે સવારે દુકાન ખોલતાં ગળાફાંસો ખાધેલ અવસ્થામાં રમેશનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તેણે આપઘાત કરતાં પૂર્વે ગળામાં વાયર સાથે બાંધેલ મરણનોંધ લખી હતી. પોતાની ઉષા નામની પ્રેમિકાને સંબોધીને લખાયેલ મારણનોંધમાં યુવાને પોતાની હૈયા વરાળ ઠાલવી છે. જેમાં પ્રેમિકાએ સબંધ તોડી નાખતા આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here