હોટેલ ધ ગ્રાંડ ઠક્કરના નામે ગ્રાંડ છેતરપીંડી, આવું છે કૌભાંડ

0
731

જામનગર : સૌરાષ્ટ્ના માલિકની ખ્યાત્નામ હોટેલ ધ ગ્રાન્ડ ઠક્કરના નામે નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકોને ઓનલાઈન સ્કીમ આપી ઓન લાઈન નાણા વસુલી લીધાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની હોટેલ ઘ ગ્રાંડ ઠક્કરના માલિક જીગ્નેશભાઈ ઠક્કર વતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ સમગ્ર પ્રકરણની અરજી કરવામાં આવી છે.

ઝારખંડની કોઈ ગેંગ દ્વારા પોતાની હોટેલના નામે વેબ સાઈટ બનાવી ગ્રાહકો માટે એક થાળીના ઓનલાઈન ઓર્ડર પર બે થાળી ફ્રીની સ્કીમ ઉભી કરી હતી. જેમાં હોટેલના એક થાળીના રૂપિયા ૨૮૦ની જગ્યાએ માત્ર રૂપિયા ૧૦૦ જ રાખી હતી, જેને લઈને અનેક સ્વાદ રશીકોએ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.  આજ રીતે આરોપીઓએ અનેક ઓર્ડર પોતાના  નામે કરી લઇ ડેબીટ અને ક્રેડીટ કાર્ડ વાટેથી ઓનલાઈન રૂપિયા વસુલી લીધા હતા. એક-બે દિવસમાં એક વેબ સાઈટ બંધ કરી ફરી એ જ નામે નવી વેબ સાઈટ ક્રિએટ કરી એ જ મોડેસ ઓપરેન્ડીથી નાણા વસુલી ઠગાઈ આચરવામાં આવતી હતી. માર્ચ મહિનાથી શરુ થયેલ આ છેતરપીંડીની તાજેતરમાં હોટેલ સંચાલકોને જાણ થઇ હતી. જેને લઈને તેઓએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદી અરજી કરી છે. ઝારખંડની ટોળકીએ ૭૨ લાખની છેતરપીંડી આચારી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓના નામે ઓનલાઈન ઓર્ડર આપવા નહી, કેમ કે તેઓ ડોર ટુ ડોર જ ઓર્ડર કરે છે. ઓનલાઈન ઓર્ડર ક્યારેય સ્વીકારતા નથી એમ સ્પષ્ટ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here