વ્હાલનો દરિયો : આ કારણે એ પોલીસકર્મીએ દીકરીનું નામ ‘ઝાંસી’ રાખ્યું

0
966

જામનગર : દીકરીને સમાજમાં તિરસ્કારના રૂપથી જોવામાં આવે છે. આજે પણ અનેક જગ્યાએ દીકરીને સાપના ભારા તરીકે જ નવાજવામાં આવે છે. આજે પણ આંગણે દીકરીનું અવતરણ થાય તો અનેક પરિવારોમાં શોક છવાઈ જતો હોય છે. પરંતુ એવા ય અનેક પરિવારો છે જે દીકરીને દર્પણ ગણી આવકારે છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ જીલ્લાના એક પોલીસકર્મીએ પોતાના ઘરે જન્મેલ લાડલીને ઝાંસી વાલી રાણીનું રૂપ આપી તેના નામ સાથેનું નામાંકરણ કરી દીકરીની ગરિમાને ચાર ચાંદ લગાવ્યા છે.

એ ગુલામીકાળમાં ભારતના ભલભલા રજવાળાઓએ અંગ્રેજો સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા તે સમયે ઝાંસી પ્રાંતનું રખોપું કરતી રાણી લક્ષ્મીબાઈએ રણે ચડી અંગ્રેજો સામે બહાદુરી પૂર્વકની લડાઈ લડી હતી. પોતાના અપાર શૌર્ય થકી રાણી લક્ષ્મીબાઈએ ઈતિહાસ ઉજાગર કર્યો છે. આજે પણ જયારે જયારે બહાદુરીની વાત આવે છે ત્યારે રાણી લક્ષ્મીબાઈનું નામ પ્રથમ પંક્તિ સાથે લેવાય છે.

આજે પણ દીકરીને સમાજમાં તિરસ્કારની લાગણીથી જોવામાં આવે છે. દીકરીનો જન્મ થાય તો આજે પણ એવો વર્ગ છે જે શોકની લાગણી અનુભવે છે. દીકરી વગરની સોસાયટી ક્યારેય શક્ય ખરી ? આવી વાત એ વર્ગ સમજી નથી શકતો, જેને કારણે સમાજમાં સ્ત્રી-પુરુષના જાતી રેસીયા વચ્ચે પડતું જતું અંતર નિરંતર વધતું જ જાય છે. દીકરી જન્મને દુખ માનતા વર્ગની સામે એવા પણ અનેક પરિવારો છે જે દીકરીને દીકરા સમોવડી ગણી વધામણા કરે છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથ જીલ્લામાંથી સામે આવ્યો છે જેમાં ગત તા. ૧૯મી  નવેમ્બરના રોજ પોલીસકર્મી મહેન્દ્રભાઈ નાઘેરાના ઘરે દીકરીનો જન્મ થયો, બારબર આ જ તારીખે વર્ષ ૧૮૨૮ના રોજ રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો હતો. પોતાની વ્હાલસોઈ પુત્રીના વધામણા કરી આ પોલીસકર્મીએ પોતાની પુત્રીનું નામ રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસ સાથે જોડી દીધું અને નામ રાખ્યુ ‘ઝાંસી’, પોતાની વ્હાલસોઈ પુત્રી ભવિષ્યમાં બહાદુર બની દેશનું નામ રોશન કરે એવી પોલીસકર્મીએ કામના કરી વ્હાલસોઈના વધામણા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here