શુક્રવાર : મોડી રાતથી સવાર સુધીની હાલારની અપડેટ્સ

0
557

જામનગર અને દ્વારકા જીલ્લામાં મોડી રાત્રી થી સવાર સુધીના ગાળામાં જે સમાચાર સામે આવતા હોય છે તે અહી રજુ કરવામાં આવે છે. ગુરુવારે જે ઘટનાઓ જે જાણવી અગત્યની છે તેની અહી પ્રસ્તુતિ કરી છે…

મેઘરાજાએ વિરામ લઇ લેતા હવે ખરીફ પાક બેવડી ગતિથી નીખરી ઉઠશે, જેને લઈને ખેડૂતોમાં આનંદ છવાયો છે. જો કે ગઈ કાલે પણ દિવસ દરમિયાન જામનગરમાં અડધો ઇંચ અને જોડીયામાં પણ અડધો ઇંચ તેમજ જોડિયા અને લાલપુરમાં જાપટા પડ્યા હતા. જયારે દ્વારકા જીલ્લામાં મેઘરાજાનો સંપૂર્ણ વિરામ જોવા મળ્યો હતો. જેને લઈને હવે જનજીવન થાળે પાડવા જઈ રહ્યું છે.

ભારે વરસાદમાં જામનગરથી ખંભાલીયા તરફ જતી બસ ઘસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર કરવાના પ્રકરણમાં એસટી ચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો, વિકટ પરિસ્થિતિ છતાં ચાલકે મુસાફરોના જીવ જોખમમાં મુકયા હોવાની ઘટનાનો વિડીઓ વાયરલ થતા ઘટના સામે આવી હતી. જેને લઈને એસટીના વિભાગીય નિયામક એમ બી રાવલે તપાસ કરાવી સસ્પેન્સનનો નિર્ણય લીધો છે.

ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન, ખેતીવાડી તેમજ પાણી પુરવઠા બોર્ડ સહિતને ભારે નુકસાની વેઠવી પડી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજ થી આ એકમોને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં જામનગર અને દ્વારકા જીલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here