Exclusive : જામનગર મેડીકલ કોલેજના પ્રોફેસર સામે FIR, લાંચ માંગી-ઢળતી ઉમરે રંગીન મિજાઝ બતાવ્યો !!!

0
2528

જામનગર : જામનગરની  એમ પી શાહ મેડીકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર સામે નોકરી દરમિયાન ફરિયાદીઓ પાસેથી પૈસાની માંગણી કરી, બીભત્સ ભાષાનો ઉપયોગ કરી, અગંત સવાલો કરી, મેન્ટલી હેરેસમેન્ટ કરી સીઆર રીપોર્ટ ભરવા માટે નાણાની માંગણી કરતા હોવાની ઉચ્ચ સ્તરે થયેલ રજૂઆત બાદ એસીબીએ તપાસ કરતા સમગ્ર હકીકતો સામે આવી છે. જેને લઈને હાલ જામનગર મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સામેં એસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં એમપી શાહ મેડીકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો સૈલેશકુમાર કાશીરામ નાગર સામે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસી કલમ ૩૫૪(ક) મુજબ ફરિયાદ નોંધી છે. આ મહાસય જયારે વડોદરા ખાતે મેડીકલ કોલેજ માં એનાટોમી વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ તબીબી શિક્ષકો પાસે સીઆર રીપોર્ટ લખવા બાબતે પૈસાની માંગણી કરી હતી. આ ઉપરાંત અવારનવાર બીભત્સ ભાષાનો ઉપયોગ કરી અંગત સવાલ પૂછી, અપમાનજનક વાતો કરે છે, બીભત્સ ભાષાનો ઉપયોગ કરી અગંત સવાલ પૂછી, પૂર્વગ્રહ અને બદલાની ભાવનાથી કામ કરે છે, તેમજ મેન્ટલી હેરેસમેંટ કરતા હોવાના આક્ષેપ સાથે સંયુક્ત રીતે અરજદારોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને પુરાવા સાથે અરજી કરવામાં આવી હતી. જેને લઈને એસીબીએ તપાસ કરી હતી અને આ આક્ષેપોના પુરાવા રૂપે વિડીઓ ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેને લઈને આજે એસીબી પીઆઈ એમવી પટેલે આરોપી પ્રોફેસર સામે ફરીયાદ નોંધી હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને તેના કોવીડ ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.

આરોપીએ અરજદાર પાસેથી  સીઆર લખાવવા માટે રૂપિયા દોઢ લાખની માંગણી કરી હતી જેના ઓડિયો-વિડીઓની  ખરાઈ ગાંધીનગર એફએસએલમાં કરવામાં આવી છે. આરોપીએ જામનગર ઉપરાંત વડોદરા, અમદાવાદ અને પાટણની મેડીકલ કોલેજોમાં ફરજ બજાવી છે ત્યાં પણ આરોપી વિરુદ્ધ મહિલા તબીબી શિક્ષક-વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરી હોવાની  માહિતી પણ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here