જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાલાવડ તાલુકાની જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે અને રાત્રે વધુ બે આંચકા આવતા થોડો ભય ફેલાયો છે.
જામનગર જીલ્લામાં કાલાવડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઇ છે. જેને કારણે સમયાન્તરે ભૂ-કંપન થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો કાલાવડ ફોલ્ટ લાઈનમાં ભૂકંપના કુલ આઠ આંચકા અનુભવાયા છે. જેમાં ગઈ કાલે સાંજે ૫:૨૮ મીનીટે જામનગરથી ૨૩ કિમી દુર કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે જમીન અંદર ૧૦ કિમી ઊંડાઈએ ૨.૧ની તીવ્રતા વાળો આંચકો અનુભવાયો હતો.
જયારે મોડી રાત્રે ૧૦:૦૯ મીનીટે જામનગરથી ૨૭ કિમી દુર કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો છે. ભૂકંપના સતત આંચકાઓથી જામનગર શહેર-જીલ્લામાં ભય ફેલાયો છે.