દ્વારકા : બીચ પૂર્ણતયા વિકશે તે પૂર્વે શિવરાજપુરના સરપંચ પીધેલા પકડાયા !!!!

0
1588

જામનગર અપડેટ્સ : એક તરફ શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ તરીકે પ્રમાણિત થયો છે, હજુ શિવરાજપુર બીચ વિકસાવવા તરફ સરકાર કાર્યવાહી કરી રહી છે. ત્યારે ખુદ શિવરાજપુરના સરપંચ દીવના બીચ જેવી મોસમની પ્રેક્ટીસ કરતા હોય તેમ ગઈ કાલે કેફી પીણું પીધેલ હાલતમાં પકડાયા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાનું એક એવું ગામ જે આજકાલ ભારતભરમાં ખ્યાતીપાત્ર બન્યું છે એના સુંદર દરિયાકિનારાનાં કારણે, દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામના બ્લુ દરિયા કિનારાની કાયકલ્પ કરી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની તૈયારીઓ પુર જોસમાં ચાલી રહી છે. વિકાસ તરફ આગળ વધી રહેલ ગામના સરપંચ પણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, બીચના વિકાસને લઈને નહી પણ તેની સામે કરવામાં આવેલ પોલીસ કાર્યવાહીને લઈને !!! ગઈ કાલે દ્વારકા પોલીસ રૂપેણ બંદર પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે શિવરાજપુરના સરપંચ અશોકભા ભીમભા નાયાણી ચીકન બિરિયાનીની રેકડી પાસે પીધેલા મળી આવ્યા હતા. કેફી પીણું પીધેલ સરપંચની સામે પોલીસે ફરિયાદ નોંધી મેડીકલ સહિતની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here