દ્વારકા: આંધ્રપ્રદેશના યુ ટ્યુબર સામે પોલીસે નોંધી ફરિયાદ

0
400

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને આજુબાજુના રેડ ઝોન વિસ્તારમાં  ડ્રોન ઉડાવી શૂટિંગ કરી રહેલા એક શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આંધ્રપ્રદેશના યુ ટ્યુબરે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ફોજદારી કાર્યવાહી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ ભગવાન શ્રીકૃષ્ણના પૌરાણિક મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે અને આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મંદિર અને આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં પરવાનગી વગર ઉડી રહેલ ડ્રોન ને લઈને પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં હોટલ ગોમતી ઉપરથી આ ડ્રોન ઉડયું હોવાનું સામે આવ્યું હતું જેને લઇને પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી.

જેમાં હોટલના ધાબા પરથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના બીમૂનીપટનમ ખાતે રહેતા અને શૂટિંગ તથા યુ ટ્યુબર તરીકે ફેમસ થયેલા સુધીર બાબુ બુચી બાબુ સાનાપાલા નામના 38 વર્ષીય શખસે ડ્રોન ઉડાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ શખ્સના કબજામાં રહેલ ડ્રોન કબ્જે કર્યો હતો જેમાં ગોમતીઘાટ અને દ્વારકાધીશ મંદિર આજુબાજુ જગ્યાના ફૂટેજ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય દ્વારકાધીશ મંદિર અને આજુબાજુના 100 મીટરના વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાવવા બાબતે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના યુટ્યુબરે જાહેરનામાનો ભંગ કરતા તેની સામે આઇપીસી કલમ 188 મુજબ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here