દ્વારકા: કેવી રીતે યોજાશે ચૂંટણી? કેટલા મતદારો? કેટલા મતદાર કરશે પ્રથમ વખત મતદાન?

0
324

ખંભાલીયા: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ ચુંટણી પ્રક્રિયામાં કેટલા મતદારો છે ? બંને vidhansabha બેઠક પર કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે? વૃદ્ધ અને અપંગ તેમજ મહિલાઓ માટે કેવી વ્યવસ્થા ઉભી કરશે આ સમગ્ર વિગતો કલેકટર પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.

જિલ્લામાં કેટલા મતદારો? કેટલા ઉમેરાયા ? પ્રથમ વખત કેટલા યુવાનો કરશે મતદાન ?

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં, તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ કુલ ૨૧૩૬ મતદાન મથકો પર મતદાન થશે. દેવભૂમિ દ્વારકા લોકસભા મતદાર વિભાગમાં ૮૧ – ખંભાળિયા અને ૮૨ દ્વારકા એમ કુલ બે વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ ૩,૦૬,૯૬૫ પુરુષ મતદારો, ૨,૯૧,૯૮૩ મહિલા મતદારો તેમજ ૨૦ અન્ય મતદારો મળી કુલ ૫,૯૮,૯૬૮ મતદારો લોકશાહીનાં આ પર્વમાં ભાગ લેશે. ૧૪,૩૯૪ જેટલા નવા યુવા મતદારો નોંધાયા છે. જિલ્લાનાં કુલ ૬૩૪ મતદાન મથકો છે. જેમાં ૮૧ ખંભાળિયામાં ૩૨૭ તેમજ ૮૨ દ્વારકામાં ૩૦૭ મતદાન મથકો આવેલ છે. તથા જિલ્લામાં કુલ ૭૨૫૮ દિવ્યાંગ મતદારો છે જેમાં ૮૧ – ખંભાળિયામાં ૩૩૩૩ અને ૮૨ – દ્વારકામાં ૩૯૨૫ છે. તેમજ ૮૫ વર્ષથી વધુ વયના કુલ મતદારો ૬૦૦૧ છે જેમાં ૮૧ ખંભાળિયામાં ૩૩૭૧ અને ૮૨ – દ્વારકામાં ૨૬૩૦ જેટલા છે.

જાહેરનામાથી માંડી મત ગણતરી સુધીનીકેવી હશે ચૂંટણી પ્રક્રિયા

ચૂંટણી પ્રક્રિયાનાં મહત્વનાં તબક્કાઓની તારીખ સહિતની વિગતો આપતા કલેકટર પંડયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ચૂંટણી માટેનું જાહેરનામું તા.૧૨/૦૪/૨૦૨૪નાં રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી  તા.૧૯/૦૪/૨૦૨૪ અને ફૉર્મ ચકાસણીની તારીખ ૨૦/૦૪/૨૦૨૪, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૨/૦૪/૨૦૨૪ રહેશે. તેમજ મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ થશે. જ્યારે તા. ૦૪/૦૬/૨૦૨૪નાં રોજ જામનગર હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.     

મતદાન મથક પર પાણી, શૌચાલયની પણ વ્યવસ્થા

જિલ્લા કલેકટરએ કહ્યું હતું કે, દરેક મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પુરી પાડવા માટે Voter Assistance Booths (VAB) ઉભા કરી, આ બુથ પર BLOની નિમણૂંક કરી, મતદારોને સુવિઘા પુરી પાડવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર ૫ર આવેલ છે તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વિજળી, રેમ્પની સુવિઘા કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી.વોટર માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, પ્રો૫ર સાઇન બોર્ડ/ પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.

વૃદ્ધ મતદાર અરજી કરી ઘરેથી કરી શકે છે મતદાન

ચૂંટણી પંચની સૂચના અનુસારની કાર્યપઘ્ઘતિ મુજબ તમામ મતદારોને મુકત, ન્યાયિક અને મતદાનની ગુપ્તતા જળવાય તે માટે મતદાન મથકો ખાતે જરૂરી સામગ્રી અને વ્યવસ્થાઓ કરવામાં આવશે.
૮૫ વર્ષની ઉંમર ઘરાવતાં મતદારો, PwD મતદારો (“Absentee voters”) માટે બી.એલ.ઓ. મારફત સંપર્ક કરી, પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઇચ્છા ઘરાવતાં મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે બી.એલ.ઓ. તરફથી ફોર્મ ૧૨ (ડી) સંબંઘિત મતદારોને આપવામાં આવશે. તેમજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઇચ્છતા “Absentee voters”એ આ ફોર્મ સંબંઘિત બી.એલ.ઓ.ને ફોર્મ ચૂંટણીના જાહેરનામાથી ૫ દિવસમાં પરત આપવાના રહેશે.

જુદી જુદી ટિમની રચના કરવામાં આવી

જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા મત વિભાગ કક્ષાએ ખાસ ટીમોની રચના પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે ૧૮ એફએસટી, ૧૮ એસએસટી, ૦૫ વીએસટી છે. ઉપરાંત જાહેર પ્રજા, રાજકીય પક્ષો, ઉમેદવારો તથા મતદારો આચારસંહિતનાં ભંગ અને ચૂંટણી સંબંધી ફરિયાદ ઓનલાઈન કરી શકે તે હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા c-vigil એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે

સોશ્યલ મીડિયા પર રહેશે તંત્રની ચાંપતી નજર

જિલ્લા કક્ષાએ આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે Media Certification and Monitoring Committees (MCMC) કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ સોશીયલ મિડીયામાં થતી પ્રવૃતિઓ સંબંઘે દેખરેખ રાખવા આ કમીટીમાં સોશ્યલ મીડીયા એકસપર્ટની પણ નિમણૂંક કરવામાં આવેલ છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થયેલ છે.

નિયંત્રણ કક્ષ ( કંટ્રોલ રૂમ) શુ મદદ કરી શકે ??

સમગ્જિર ચુંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે. ઉમેદવારોના ખર્ચથી માંડી જાહેરમાં રૂપિયાની હેરાફેરી પર નજર રહેશે. આ ઉપરાંત આચારસહિતા કક્ષાએ નિયંત્રણ કક્ષમાં ૨૪ X ૭ કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર 18002334414 છે. આ ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આચારસંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદો સહિત ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકાશે.

જિલ્લામાં સ્પેશ્યલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે

7 મેં 2024ના રોજ ત્રીજા ચરણમાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ વખતે જિલ્લામાં કુલ ૧૪ મતદાન મથકો મહિલા કર્મીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવશે આ ઉપરાંત બે મતદાન મથકોને અલગ રૂપ આપી આદર્શ મતદાન મથકો તરીકે ઉભા કરવામાં આવશે. તેમજ બે મતદાન મથકો દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાલિત હશે આ ઉપરાંત એક મતદાન મથક તંત્રનાં સૌથી યુવા કર્મીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here