દેવભુમી દ્વારકા: બસ આ જ બાકી હતું…હવે નકલી આર્મી કેપ્ટન પકડાયો

0
971

છેલ્લા એક વર્ષના ગાળામાં ગુજરાતમાં નકલીનો ‘ક્રેઝ’ જાણે વધ્યો હોય તેમ નકલી અધિકારીથી માંડીને નકલી સરકારી કચેરીઓનો પર્દાફાશ થયો છે ત્યારે દ્વારકામાં વધુ એક નકલી અધિકારીનો ફાંડાફોડ થયો છે. દ્વારકા એરફોર્સ ગેટ પર પહોંચેલ એક શખ્સે પોતાની ઓળખ આર્મી કેપ્ટન તરીકેની આપી પણ આ અધિકારી સ્થાનિક નાગરિક હોવાનું અને નકલી અધિકારી હોવાનું સામે આવતા સીધો જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો એરફોર્સના અધિકારીએ આ નકલી કેપ્ટન સામે જુદી જુદી કાનૂની ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ભીમરાણા ગામના આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં વધુ એક અધિકારી નકલી ઓળખ આપયાનું પુરવાર થયું છે આ વખતે દેશની સરક્ષણ પાખ એટલે કે એરફોર્સ માં ઘુસવાનો પ્રયાસ કરતો નકલી આર્મી ઓફિસર સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે બે દિવસ પૂર્વે તારીખ 14મી ના રોજ સાંજના સાડા ચાર પોણા પાંચ વાગ્યાના સુમારે દ્વારકાના એરફોર્સ સ્ટેશનના મુખ્ય ગેટ પર પહોંચેલા એક સખ્સે પોતાની ઓળખ આર્મીમાં કેપ્ટન તરીકેની આપી, અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગેટના સિક્યુરિટી ગાર્ડ એ આ શખ્સને રોકાવી ઓળખ અંગેની તપાસ કરી હતી, જેમાં આરોપી પાસેથી મળી આવેલ ઓળખ અંગેના ડોક્યુમેન્ટ નકલી હોવાની શંકા જતા સિક્યુરિટી સ્ટાફ દ્વારા એરફોર્સ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેને લઈને એરફોર્સના અધિકારીઓ ગેટ તરફ દોડી ગયા હતા

એરફોર ગેટ પર પહોચેલ આધિકારીઓએ નકલી આર્મી કેપ્ટન બની એરપોર્ટ સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર મહેશ અરવિંદભાઈ ચાસિયા રહે ભીમરાણા, બુદ્ધ સોસાયટી તાલુકો દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળાની વિશેષ પૂછપરછ કરી તેની અંગ જડતી લીધી હતી. જેમાં તેની પાસેથી મળી આવેલ મોટાભાગના ડોક્યુમેન્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું. આરોપી નકલી આર્મી કેપટન હોવાનું સ્પષ્ટ થઇ જતા એરફોર્સમા જુનિયર વોરંટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રવિણકુમાર અજયકુમાર પાંડેએ ભીમરાણાના મહેશ ચાસીયા નામના સામે જુદી જુદી ઈન્ડિયન પીનલ કોડની ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવતા દ્વારકા પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પાસેથી શું શું મળી આવ્યું?

  1. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને
  2. ઇસી એચએસ કાર્ડ એટલે કે એક્સ સર્વિસ મેન કાર્ડ
  3. ઇન્ડિયન આર્મી આઇડેન્ટિટી કાર્ડ
  4. .એચડીએફસી બેન્કનું ડેબિટ કાર્ડ
  5. એપોલો વર્ડ કેર કાર્ડ
  6. આર્મી ડ્રેસ પહેરેલ પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા
  7. આધાર કાર્ડ
  8. સર્વાઇવલ પ્લેટ
  9. કેન્ટીન કાર્ડ
  10. લિકવર કાર્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here