દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ ઘડી કંપનીમાં વિદેશથી આયાત કરવામાં આવેલ રશિયન કોલસો કંડલાથી કંપની સુધી પહોચતો કરવામાં દોઢ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કંપની દ્વારા કરવામાં આવી છે. ત્રણ પેઢીને પરિવહનનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ મોટાભાગનો જથ્થો મોટી ખાવડીની ક્રિશ્ના લોજીસ્ટીક અને અંજારની પાર્થ ટ્રાન્સમુવર્સ પેઢીઓએ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ કૌભાંડમાં કંપનીમાં કામ કરતા સુપરવાઈજરની પણ સંડોવણી સામે આવી છે.

કુરંગા ગામે આવેલ ઘડી (RSPL) કંપનીએ જરૂરિયાત મુજબ રસિયાથી ઉચ્ચ ગુણવતા ધરાવતો કોલસો આયાત કર્યો હતો. જે કોલસો કંડલા બંદરે અનલોડ કરાયો હતો. આ કોલસો કંડલાથી કંપની સુધી પહોચાડવા માટે કંપનીએ જામનગર જીલ્લાના મોટી ખાવડી ગામે આવેલ ક્રિશ્ના લોજીસ્ટીક અને અંજારની પાર્થ ટ્રાન્સમુવર્સ પેઢી તેમજ જામનગરના ઈશ્વર પંચમતિયાને વર્ક ઓર્ડર આપ્યો હતો. કુલ ઓએ સપ્લાય કર્યો હોવાની૧૦ હજાર મેટ્રિક ટન કોલસાના પરિવહન માટે ટ્રક વાટે ૨૫૦ ફેરા કરાયા હતા. જેમાં ક્રીશનાએ ૧૩૦ ફેરા, પાર્થ દ્વારા ૧૧૨ ફેરા અને ઈશ્વર પંચમતિયાં દ્વારા સાત ફેરા કરવામાં આવ્યા હતા. જામનગરની આ પેઢીને લોડીંગ ચાર્જ ન પોસાતા તેઓએ કામ બંધ કરી દીધું હતું.

કંપનીમાં ક્રિશ્ના દ્વારા લોડ કરવામાં આવેલ તા. ૪ અને ૫ના રોજ ૨૭ ફેરા અને તા. ૧૪ અને ૧૫/૫ના રોજ કરાયેલ સાત ફેરાણા નમુના લેવામાં આવ્યા હતા. જેમાં કંપનીમાં સપ્લાય કરવામાં આવેલ રશિયન કોલસાની જગ્યાએ નબળી ગુણવતા વાળો કોલસો સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કંપનીના મેનેજર પ્રશાંતકુમાર નર્વદાપ્રસાદ શુક્લાએ ટ્રક ચાલક કમલેશભાઈ ચૌહાણ અને રાણા કે. કટારા અને કંપનીમાં ત્રીપલર પર નોકરી કરતા સુપરવાઈજર વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે એલસીબી પીએસઆઈ એસ.વી.ગળચર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.