જય દ્વારકાધીશ: જન્માષ્ટમીમાં દ્વારકા સુધી દોડશે એક્સ્ટ્રા બસ, જાણો કેટલું ભાડું?

0
483

યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા અલગથી બસની ફાળવણી કરી છે  તારીખ 18 મી થી 21 દરમિયાન જામનગર ડેપો પરથી જુદા જુદા સમયે વધારાની બસ ફાળવવામાં આવી છે.

જામનગર એસ.ટી.  દ્વારા જન્માષ્ટમી  નિમિત્તે દ્વારકા માટે એક્સ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી છે. દ્વારિકા જગત મંદિર ખાતે જન્માષ્ટમી  મહોત્સવ -૨૦૨૨ ને ધ્યાને રાખીને આગામી તા. ૧૮/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ દરમિયાન મુસાફરોને અવર-જવર માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તારીખો દરમિયાન મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે, તેમજ ૫૧ થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવવા પર અન્ય બસ પણ એસ.ટી. નિગમ, જામનગર દ્વારા ફાળવવામાં આવશે. 

દ્વારકા જવા માટેની એક્સ્ટ્રા બસ માટેનું સમય પત્રક – ભાડું*

દ્વારકા – હર્ષદ રૂ. ૯૪, દ્વારકા – જામનગર રૂ. ૧૩૮, દ્વારકા – રાજકોટ રૂ. ૧૮૮, દ્વારકા – પોરબંદર રૂ. ૧૨૩, દ્વારકા – સોમનાથ રૂ. ૨૦૪, દ્વારકા – જૂનાગઢ રૂ. ૧૮૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here