દ્વારકા: જેના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા તે નવોઢાએ કર્યો આપઘાત

0
501

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે ગુમસુમ રહેતી પરિણીતાએ પોતાના મકાનને લાકડાના મીડિયામાં રસો બાંધી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે પોલીસે આ બનાવનું કારણ જાણવા માટે તેના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર પાંચ માસનો લગ્નગાળો ધરાવતી પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે ? તેની વિગતો જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા વયે વધતા જતા આપઘાતના બનાવમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં માત્ર પાંચ માસનો લગ્નગાળો ધરાવતી પરણીતાએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મેરૂભા માણેકભા માણેકની ૧૯ વર્ષીય પત્ની સીમાબેનએ ગત તારીખ ૧૭મીના રોજ સાંજે સાડા છએક વાગ્યાના સુમારે પોતાના ઘરે લાકડાના પીઢીયામાં રસા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, દરમિયાન તેણીના પરિવારજનોએ તેણીને તાત્કાલીક નીચે ઉતારી સારવાર અર્થે દવાખાને ખસેડી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પતિ મેરૂભાઈ જાણ કરતા મીઠાપુર પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ વિધિ પાર પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર પાંચ માસનો લગ્નગાળો ધરાવતી આ પરિણીતા સવારથી જ ગૂમ હતી અને કોઈ સાથે બોલતી ન હોવાનું તેના પતિએ નિવેદન નોંધાવ્યું હતું. જો કે આપઘાત કરવા પાછળનું કારણ સ્પષ્ટ નહી થતા મીઠાપુર પોલીસે તેણીના પીયર પક્ષનો સંપર્ક કરી નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here