કઠણાઈ : અભણ ડોકટરોએ અનેક દર્દીઓની સારવાર કરી નાખી, બે બોગસ ડોક્ટર પકડાયા

0
877

જામનગર અપડેટ્સ : કોઈ પણ ડીગ્રી વગર જ કલીનીક ખોલી છડેચોક દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા બે બોગસ તબીબોને એસઓજી પોલીસે પકડી પાડ્યા છે. આ બંને પરપ્રાંતીય સખ્સો મેડીકલની એક પણ ડીગ્રી ન ધરાવતા હોવાનું સામે આવ્યું છે. મોટી ખાવડી અને સિક્કા તેમજ મેઘપર પડાણા ખાતે પરપ્રાંતીય વસાહતની આજુબાજુ હજુ પણ અનેક હાટડાઓ ધમધમી રહ્યા છે છતા પોલીસ આ  બાજુ નજર સુધ્ધા કેમ નથી કરતી એ ચર્ચાનો વિષય બન્યો છે.

જામનગર નજીક લાલપુર તાલુકાના કાનાલુશ ગામે એસઓજી પોલીસે આજે ચેકિંગ કાર્યવાહી કરી હતી. જેમાં પરપ્રાંતીય વસાહત આજુબાજુ બે રોકટોક મેડીકલ પ્રેક્ટીસ કરતા બે બોગસ ડોકટરો મળી આવ્યા હતા. પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના મેદનીપુર અને નાદિયા જીલ્લાના તુષાર અધિકારી અને સુફલ સુનીલભાઈ મંડલ નામના બે બોગસ તબીબોના કલીનીક પરથી ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા અને એન્ટી બાયોટીક દવાઓ ઉપરાંત ઇન્જેકશનોનો જથ્થો જપ્ત કર્યો છે. બંનેના કલીનીક પરથી  પોલીસે રૂપિયા કુલ સાડા ચાર હજારની કીમત તબીબી મુદ્દામાલ કબ્જે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ મેઘપર, પડાણા, ખાવડી અને સિક્કા સહિતના વિસ્તારોમાં આવા બોગસ તબીબો બેરોકટોક પ્રેક્ટીસ કરી રહ્યા છે. ગાંધીનગરથી દબાણ આવે ત્યારે પોલીસ લાવ લશ્કર લઈને નીકળી પડે છે અને બે ત્રણ બોગસ સખ્સોને પકડીને કામ કર્યાનો સંતોશ વ્યક્ત કરે છે આવું ચિત્ર હાલ ઉપસી આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here