જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામેથી વીજ કંપનીના વીજ પોલમાંથી કોઈ સખ્સ રૂપિયા ૧૮ હજારની કિંમતનો કોપર વાયર કાઢી ગયાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વાંકીયા સ્મશાનમાં ગઈ કાલે પીજીવીસીએલના વીજ પોલને કોઈ સખ્સોએ નિસાન બનાવ્યા હતા. જેમાં કોઈ સખ્સોએ થાભલા પર ફીટ કરવામાં આવેલ ટ્રાન્સફોર્મર માથી ૪ બ્રાસ ના સ્ટ્ડ કોપર ની કોયલ તથા કોર વીગેરે કાઢી ગયા હતા. આ ચોરી અંગે જાણ થતા વીજ કંપનીના નાયબ ઈજ્નેર વિરલભાઇ રમણભાઇ પંચાલએ અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરુ કરી છે.