જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિક યુવાનને તેની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાફ પ્રેમિકા તેને છોડી જતી રહી હતી. પ્રેમિકાએ તરછોડી દેતા પ્રેમ ભગ્ન યુવાન ગુમસુમ રહેવા લાગ્યો હતો. રમેશભાઈ સોરઠીયાની વાડીમાં મજૂરી કામ કરતા યુવાને પોતાની પ્રેમિકાના વર્તનથી લાગી આવતા આખરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે.
પ્રેમમાં અનેક યુવા હૈયાઓએ પોતાના જીવની આહુતિ આપી હોવાના અનેક ઉદાહરણ સામે છે. પરંતુ પ્રેમ ભગ્ન થયા બાદ, બંને યુવા હૈયાઓ અલગ થયા બાદ મોટાભાગન પ્રેમીઓ પોતપોતાના રસ્તા પર ચાલી નીકળતા હોય છે . પરંતુ હરિપર ગામેં રમેશભાઇ જેઠાભાઇ સોરઠીયાની વાડીએ છેક પંચમહાલ જિલ્લાના સેહરા તાલુકાના અણીયાદ ગામેથી અત્રે મજૂરી કામ કરવા આવેલ સુનીલભાઇ ગલાભાઇ નાયક ઉ.વ.૨૩ને તેની સાથે કામ કરતી તેના જ ગામની સુગરીબેન બાલાભાઇ નાયક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. થોડા સમય પ્રેમાલાપ કર્યા બાદ પ્રેમિકા સુગરી છેલ્લા દશેક દિવસથી સુનીલને છોડીને ચાલી ગઇ હતી. પોતાની પ્રેમિકા ચાલી ગયા પછી સુનિલ સાવ નિરાશ રહેવા લાગ્યો હતો.
પોતાની પ્રેમિકાને જેમ ભૂલવાના પ્રયાસ કરતો એમ તે બહુ યાદ આવતી હતી. જેને લઈને મનમાં લાગી આવતા, પોતાની જાતે ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમીયાન આ યુવાનને સારવારમાં ધ્રોલ સરકારી હોસ્પીટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરએ તપાસીને મરણ ગયેલનુ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના માતા સવિતાબેન ગલાભાઇ નાયક રહે.હાલ વલ્લભભાઇ નાથાભાઇ સવેરાની વાડીમાં, મોવૈયા ગામની સીમ તા.પડધરી જી.રાજકોટ વાળાએ સ્થાનિક પોલીસમાં ઉપરોકત નિવેદન આપ્યું હતું.