ધ્રોલ: ૧૦૮ કર્મીઓની પ્રમાણિકતા, લાખોનો સામાન પરત કર્યો

0
636

ફલ્લા ગામ નજીક રામપર પાટીયા પાસે 40 વર્ષીય મહેશભાઈ નારણભાઈ શીલુ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈકનું બેલેન્સ ખોરવાયું હતું અને મહેશભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.

આ અકસ્માત વખતે નજીકથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા જામનગર 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. ગીતાબેન તથા ડ્રાઇવર ગજેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહેશભાઈને વધુ સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે લવાયા હતા. મહેશભાઈ સાથે આ વેળાએ રૂ.એક લાખ રોકડા તેમજ આઠ તોલાનો સોનાનો ચેન તથા મોબાઈલ ફોન મળી અંદાજિત 6 લાખથી વધુની રકમનો કિંમતી સામાન હતો.માત્ર સેવાને જ સમર્પિત એવા સ્ટાફની નજર આ મતા પર ગઈ, ૪૦ વર્ષીય યુવાનની મતા હાથવગી કરી ૧૦૮ના સ્ટાફે કબજે કરી હતી. ત્યારબાદ પ્રથમ પ્રાથમિકતા ઘાયલ યુવાનને આપી આ મતા ઘાયલના પરિજનોને પહોચતી કરવા તરફ ૧૦૮ કર્મીઓએ કાર્યવાહી કરી હતી.

જે તમામ સામાન 108 ના નિષ્ઠાવાન અને કર્મઠ સ્ટાફ દ્વારા મહેશભાઈના પરિવારજનોને હેમખેમ સુપરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા. તાત્કાલિક સારવારની સાથે સાથે કિંમતી સામાન પણ પરત મળતા મહેશભાઈના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને 108 એમ્બ્યુલન્સના કર્મયોગીઓનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે પ્રમાણિકતા દાખવવા બદલ 108 ઇ.એમ.આર.આઈ.ગ્રીનના જિલ્લા અધિકારી વિશ્રુત જોશીએ બંને કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here