ધ્રોલ: વેપારી પુત્ર પાસેથી ૩૦ ટકા વ્યાજ વસુલી ધાક ધમકી આપતા વ્યાજખોર

0
529

ધ્રોલમાં વેપારી પુત્રને ૩૦ ટકાના વ્યાજના વિષ ચક્રમાં ફસાવી બે સખ્સોએ રૂપિયા ચાર લાખના સાત લાખ વસુલી વધુ વ્યાજ અને મુદ્દલ માટે ધાક ધમકીઓ આપી એકટીવા પડાવી લઇ ભય આપ્યો હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ધ્રોલમાં રહેતા તોસીફ જુસબભાઇ દલ તથા ફેજાન ઇદરીશભાઇ રહે.બન્નેનંદનવન સોસાયટી ધ્રોલ વાળા આરોપીઓએ નાણા ધીરધારનુ લાયસન્સ લીધા વગર વેપારી યુસુફભાઇ સતારભાઇ આકબાણીના દિકરા શાહનવાઝનેરૂ-૪,૦૦,૦૦૦ (ચાર લાખ) માસિક ૩૦% જેટલા ઉંચા વ્યાજેઆપેલ હોય જેના વળતર પેટે ફરીયાદીના પૂત્રએ રૂ ૭,૦૦,૦૦૦ (સાત લાખ) જેટલી રકમ ચુકવી આપેલ હોય તેમ છતા આરોપીઓએ વધુ રકમ કઢાવવાના ઇરાદે ફરીયાદી યુસુફભાઇ સતારભાઇ આકબાણીના ઘર પાસે જઇ કાઠલો પકડી લઇ જેમ ફાવેતેમ ભુંડી ગાળૉ બોલી વ્યાજ તથા તેની રકમ કઢાવવા માટે  ધમકી આપી હતી કે ‘તને તથા તારા દિકરાનેજાનથી મારી નાંખીશુ અને શાહનવાઝના ટાંટીયા ભાંગી નાંખશુતેવી ધમકી આપી હતી

ત્યારબાદ ભય બતાવી પૈસા નહી આપો તો તમારી રીક્ષા લઇ જશુ’ આવી ધમકી આપેલ હોય તેમજ અગાઉ વિશેક દિવસ પહેલા શાહનવાઝને વ્યાજની રકમ કઢાવવા માટે ભય બતાવી તેની પાસે રહેલ એકટીવા બળજબરી પૂર્વક કઢાવી લઇ જઇ, રકમ ન આપેતો વેચી દેવાની ધમકી આપી તેમજ અવાર-નવાર મોબાઇલ ફોનથી તથા રૂબરૂમા વ્યાજ અને રકમ કઢાવવા પઠાણી ઉંઘરાણી કરી આરોપીઓએ એકબીજાનેમદદગારી કરી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here