ધ્રોલ : ખેતરનું રખોપું કરવા જતા શ્રમિકને બોલેરોરૂપી કાળ આંબી ગયો, આવી છે ઘટના

0
290

જામનગર  : જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગઇકાલે રાતે થયેલા અકસ્માતમાં બોલેરોએ બાઇક ચાલક યુવાનને હડફેટે લેતા પહોંચેલી ગંભીર ઇજાને કારણે તેમનું મૃત્યું નિપજ્યું છે. મૃતક વાડી માલિકનું બાઇક લઇ તેમના ફઇના દિકરાની વાડીએ રખેવાળી કરવા જતો હતો ત્યારે બેલોરેની ઠોકરનો ભોગ બની ગયો હતો. આ અકસ્માત નિપજાવી બોલેરો ચાલક નાશી ગયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.


જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકથી 13 કિ.મી. દૂર આવેલા વાગુદળથી સગાડીયા ગામ તરફ જતા રોડ પર સાગડીયા ગામ પહેલા ગત તા.21મી ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે પૂર ઝડપે દોડતી જી.જે.3.બી.ટી. 9569 નંબરની બેલોરોના ચાલકે સામેથી આવી રહેલ જી.જે.બી.સી. 5940 નંબરના મોટરસાયકલને હડફેટે લઇ અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં વાગુદળ ગામમાં રમેશભાઇ પનારાની વાડીમાં ખેતમજૂરી કરતા રાજુભાઇ હરસીંગભાઇ મેહડાને માથા તથા જમણા પગના ભાગે તેમજ શરીરના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. આ અકસ્માત નિપજાવી બેલોરો ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે પોલીસના મોટાભાઇ હિન્દુ હરસીંગભાઇ મેહડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here