દેવભૂમિ દ્વારકા: આ સખ્સે ૩૦થી વધુ ફેક વેબસાઈટ બનાવી અનેક પ્રવાસીઓ સાથે કર્યું ઓનલાઈન ચીટીંગ

0
323

દેવભૂમિ દ્વારકા: ભારતભરના ના વિવિધ પર્યટક/ધાર્મિક સ્થાનોની હોટેલ/રીસોર્ટને ટાર્ગેટ કરી, ૩૦ થી વધુ બનાવટી વેબસાઇટ તથા ૪૦ ગુગલ એડ્સ બનાવી અનેક પ્રવાશીઓ અને હોટેલ સાથે આર્થિક છેતરપીંડી કરનાર ગેંગના મુખ્ય સુત્રધારની દેવભુમી દ્વારકા સાયબર પોલીસ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજે દ્વારકાની અનેક હોટેલોને શિકાર બનાવી આર્થિક છેતરપીંડી અઆચારી હોવાનું સામે આવ્યું છે. દ્વારકાની જીંજર હોટેલમાં ઓન લાઈન બુક કરાવનાર પ્રવાસીઓનું પેમેન્ટ પણ દિલ્હીનો સખ્સ ઓગાળી ગયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીને દ્વારકા લઇ આવી વિશેષ પૂછપરછ શરુ કરી છે.

કેવી રીતે થઇ જીંજર હોટેલ સાથે છેતરપીંડી

દ્વારકા નજીક પોરબંદર હાઈવે પર આવેલ જીંજર હોટેલ સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. જીંજર હોટેલની બનવાતી વેબસાઈટ બનાવી ચીટર સખ્સોએ બહારના રાજ્યોમાંથી દ્વારકા આવતા પ્રવાસીઓને હોટેલમાં એડવાન્સ બુકિંગની વ્યવસ્થા કરી આર્થીક છેતરપીંડી આચરી હતી.જેને લઈને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અજ્ઞાત આરોપીઓએ જીંજર હોટેલ (Ginger Hotel) ના નામનો ઉપયોગ કરી, ઓરીઝનલ વેબ સાઇટ જેવી અન્ય ફેક વેબસાઇટ બનાવી, તેની ગુગલ એડ્સ મુકી, પોતાનો મોબાઇલ નંબર તેમાં રાખી, પ્રવાસીઓ-દર્શનાર્થીઓ પાસે એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્ફર કરાવી, દર્શનાર્થીઓ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદના પગલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.પી.બ્રહ્મભટ્ટની આગેવાની નીચે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સાયબર પોલીસની રડારમાં આવ્યું દિલ્લી અને દિલ્હીનો સખ્સ

સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમી તપાસમાં આ નેટવર્ક દિલ્લીથી ઓપરેટ થતું હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને આખા નેટવર્કનો પર્દાફાસ કરવા અને મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમને તુરંત જ દિલ્લી રવાના કરી હતી. સ્થાનિક સાયબર ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી દિલ્હી ખાતેના આરોપીનું ચોક્કસ લેકેશન મેળવી લઈ, ફેક વેબસાઇટ બનાવનાર ૨૧ વર્ષીય આરોપી રોનીત અજીતકુમાર સિંઘ, રહે. વિધ્યાલય માર્ગ, કેવલપાર્ક, આજાદપુર, ન્યુ દિલ્હી વાળાની ધરપકડ કરી હતી.

આરોપીઓએ ૩૦થી વધુ હોટેલ-રિસોર્ટનું ઓન લાઈન બુકિંગ લીધું

દિલ્હીના સખ્સની પ્રાથમિક  પુછપરછમાં આરોપીએ ૩૦ થી વધુ અલગ-અલગ વિસ્તારની અલગ-અલગ હોટેલ/રીસોર્ટ બુકીંગ વેબસાઇટ બનાવેલ હતી આ વેબસાઇટનું કામ આપનાર વ્યક્તિઓ પાસેથી પોતે એક વેબસાઇટના ૬,૦૦૦ થી ૭,૦૦૦ રૂપીયા ઓનલાઇન લેતો હોવાની કબુલાત કરી છે.  તેમજ તેણે ૪૦ જેટલી ફેક ગુગલ એડ્સ બનાવેલ હોવાની પણ કેફિયત આપી છે. દ્વારકાની હોટેલની છેતરપીંડીની પણ આરોપીએ કબુલાત કરી છે.

સાયબર પોલીસની તપાસ ટીમમાં કોણ કોણ જોડાયું ?

આ કામગીરી પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટની આગેવાની નીચે સાયબર ક્રાઇમ પોલીસ દફતરના  પીએસઆઈ એન.એસ.ગોહીલ, પી. જે. ખાંટ, એસ.વી.કાંબલીયા, ધરણાંતભાઇ કે. બંધિયા, હેડ કોન્સ, પબુભાઇ ડી. ગઢવી, પો. કોન્સ, અજયભાઇ આર. વાઘેલા, પો. કોન્સ., તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે ટીમ,  હેમંતભાઇ ડી. કરમુર, હેડ કોન્સ.,હેભાભાઇ કે. ચાવડા, પો. કોન્સ. અને કલ્પનાબેન કે. બાંભણીયા, પો. કોન્સ., દ્વારા કરવામાં આવી છે.  

દેવભુમી દ્વારકાના એસપી પાંડેએ અપીલ કરતા કહ્યું છે કે….

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જનતા જોગ અપીલ છે કે, આપના મોબાઇલ/કોમ્પ્યુટર મારફતે હોટેલ બુકીંગ/ફ્લાઇટ બુકીંગ/બસ બુકીંગ તેમજ કોઇ અન્ય વસ્તુનુ બુકીંગ કરતી વખતે બુકીંગ પ્લેટફોર્મની સચોટતા અવશ્ય ચકાસી લેવી. ગુગલ એડ્સના માધ્યમથી આપવામાં આવતી સ્પોન્સર એડવર્ટાઇઝની સચોટતા ચકાસી, જે-તે સેવા/વસ્તુની બુકીંગ કરવુ, જરૂર જણાય તો રૂબરૂ જઇ જે-તે ઓફીસ ખાતેથી માહિતી મેળવવી. ગુગલ સર્ચ(Google.com) ઉપરથી મેળવેલ કોઇપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ કરવો નહિ. કસ્ટમર કેર નંબર ઓફીશીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો. નહીતર આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. તેમ છતા આપની સાથે આ પ્રકારનો બનાવ બને તો તુરંત જ દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here