જામનગર: છેલ્લા બે દિવસમાં રાજ્યમાં એસીબી દ્વારા પોલીસ ખાતામાં બે ટ્રેપ કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના પીએસઆઈ અને પ્રજાજન તેમજ ઇડર પોલીસ દફતરના બે પોલીસકર્મીઓ દ્વારા લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. પીએસઆઈની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે જમાદાર અને કોન્સ્ટેબલ નાશી ગયા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં લાંચ લેવવામાં પોલીસ અને મહેસુલ તંત્રના બાબુઓ વધારે સક્રિય હોય એમ એસીબીની ટ્રેપ પરથી સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં પોલીસ ખાતા પર એસીબીએ બે ટ્રેપ કરી છે. ગીર સોમનાથ જીલ્લાના ઉના પોલીસ દફતરના પીએસઆઈ એચ.કે.વરૂ અને પ્રજાજન વિજયભાઇ છગનભાઇ જેઠવાને એસીબીએ લાંચ લેતા પકડી પાડ્યા છે. આ ટ્રેપમાં દારૂ સબંધિત એક કેસમાં ફરીયાદીના મિત્રનુ નામ આરોપી તરીકે ખુલેલ હતુ. જે ગુનાની તપાસ પીએસઆઈ વરુ કરી રહ્યા હતા. ફરીયાદીના મિત્રને ગુનામાં અટક કરેલ અને રીમાન્ડ દરમ્યાન માર નહી મારવા તેમજ ફરીયાદીનુ નામ આરોપી તરીકે નહી ખોલવાના અવેજ પેટે પીએસઆઈએ ફરીયાદી પાસે પ્રથમ પાંચ લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપીયા એક લાખ આપવા નક્કી કરવામાં આવ્યું હતું.
આ રકમ આરોપી વિજયભાઈને આપી દેવા પીએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેથી તેઓએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરેલ, જેને લઈને આણંદ એસીબી ટીમને ટ્રેપ કરવાનો આદેશ થયો હતો. દરમિયાન આણંદ એસીબીએ ફરિયાદીનો સંપર્ક કરી ટ્રેપ અંગે વાતચીત કરી હતી અને લાચ ના છટકાનું આયોજન કર્યું હતું. આણંદ એસીબીના પીઆઈ રાજપૂત સહીતના સ્ટાફે ગઈ કાલે મોજે અન્નપુર્ણા હોસ્પીટલ સામે, ગીર ગઢડા રોડ ઉપર, ઉના, જી.ગીરસોમનાથ ખાતે ટ્રેપ ગોઠવી ફરિયાદીને આરોપી વિજય પાસે મોકલ્યા હતા. એમાં આરોપી વિજય રૂપિયા પીએસઆઈ વતી રૂ.૧,૦૦,૦૦૦ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીએ પીએસઆઈની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે લાંચની રકમમાં પીએસઆઈ કરતા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ આગળ નીકળી ગયા હોવાનું સામે આવ્યુ છે. બીજી ટ્રેપની વિગત મુજબ, ઇડર પોલીસ દફતરમાં ફરજ બજાવતા પિયુષભાઇ રામજીભાઇ પટેલ, હેડ કોન્સટેબલ અને રમેશજી રાયચંદજી રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલને જાદર પોલીસ સ્ટેશન, તા.ઇડર વાળાઓને સાબરકાઠા એસીબીએ રૂપિયા ચાર લાખ લઇ નાશી જવાનો કેશ કર્યો છે. ફરીયાદીએ જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હતી. જે અરજી પરત ખેંચવા, તેમજ ફરીયાદી વિરૂધ્ધ થયેલ ત્રણ અરજીઓના નીકાલ સારૂ તથા ફરીયાદીને હેરાન નહી કરવાના અવેજ પેટે આરોપી હેડ કોન્સ્ટેબલે ફરીયાદી પાસે રૂ. ૧૦,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ. જે પૈકી ગઈ કાલે રૂ.૫,૦૦,૦૦૦ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદ આધારે રૂ. ૪,૦૦,૦૦૦ સાથે રાખી એસીબીની ટીમે ફરિયાદીને ઇડર થી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલપંંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર મોકલ્યા હતા. જ્યાં બંને આરોપીઓ લાંચના નાણાં ની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકાર્યા હતા. જો કે આરોપીઓને એસીબી ટ્રેપની શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી ગયા હતા. એસીબીએ બંને સામે , એકબીજાની મદદગારી કરી રાજ્યસેવક તરીકે અપરાધિક ગેરવર્તણૂક કરવા સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.