બદનામી : જામનગરમાં વધુ એક સગીરા પર બળાત્કાર, ચાર દિવસમાં ત્રીજી ફરિયાદ, હાહાકાર

ધરારનગર વિસ્તારમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજારતો સખ્સ, પોલીસે આરોપીને દબોચી લીધો, બંનેના મેડીકલ પરીક્ષણ કરાવવા તજવીજ, પ્રથમ મિત્રતા કેળવી બાદ ધાક ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો

0
1528

જામનગર : જામનગર શહેરમાં ચાર દિવસમાં બળાત્કારની બીજી અને જીલ્લામાં ત્રીજી ફરિયાદ સામે આવતા છોટી કાશીનું બિરુદ ધરાવતું શહેર ચાર દિવસમાં રાજ્યભરમાં બદનામ થયું છે. આજે ધરારનગર વિસ્તારમાં રહેતા પરિવારની દશમાં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીર પુત્રીની સાથે આરોપીએ મિત્રતા કેળવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને પોલીસે આરોપીને તાત્કાલિક સગડ મેળવી ઉઠાવી લીધો છે.

જામનગરમાં સગીરા પર બળાત્કારની બીજી ઘટના સામે આવી છે. જેમાં શહેરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક પરિવારની દશમાં ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરા પર ૧૮ વર્ષના નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટન સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. અભ્યાસ કરવા જતી તેણીની નાદાનિયતનો ફાયદો ઉઠાવી આરોપીએ પ્રથમ મિત્રતા કેળવી રૂબરૂ અને ફોન પર વાતચીતના સબંધો વિકસાવ્યા હતા. ત્યારબાદ આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. ચારેક માસ પૂર્વે આરોપીએ તેણીને ધાક ધમકી આપી પ્રથમ વખત બળજબરી પૂર્વક શારીરિક સબન્ધ બાધી તેણીની ઈજ્જત લુટી હતી. ત્યારબાદ આરોપીએ આ જ સિરસ્તો અપનાવી તેણીને તથા તેના પરિવારના સભ્યોને મારી નાખવાની બીક બતાવી આરોપી ઈબ્રાહીમ અબ્દુલભાઈ ચોહાણે તેણીની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીની શારીરિક વાસના વધતી જ જતા એક દિવસ હિમ્મત કરીને સગીરાએ પરિવારમાં વાત કરી હતી. જેને લઈને પ્રથમ તેણીના પિતાએ સીટી બી ડીવીજન પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના અનુસધાને પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૭૬ અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીનું લોકેશન મેળવી ઉઠાવી લીધો છે. હાલ આઈયુસીએડબ્લ્યુના ઇન્ચાર્જ પીઆઈ આર બી ગઢવી સહિતના સ્ટાફે બંનેનું મેડીકલ પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે. ગઈ કાલે જામજોધપુર પથકમાં સામે આવેલ યુવતી પરના બળાત્કાર બાદ સતત બીજા દિવસે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે વધુ એક વખત જામનગર રાજ્યભરમાં બદનામ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here