PI DB ગોહિલ-સ્ટાફનાં સખ્ત મારથી થયું કસ્ટોડીયલ ડેથ, પછી થયો ઢાંક પીછોડો,પણ..

0
860

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવી ગયેલ એક પીઆઈ અને તેના સ્ટાફ સામે વડોદરામાં એક વૃદ્ધની બિન ઇરાદીત હત્યા, પુરાવાઓનો નાશ કર્યાંના સંગીન અપરાધની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ સહિતના સખ્સોએ શકદાર તરીકે ઉઠાવી લીધેલ તેલંગણાના એક વૃદ્ધનું કસ્તોડીયલ ડેથ થયા બાદ પોલીસે મૃતદેહ પણ સગેવગે કરી પુરાવાનો પણ નાશ કરી દીધાની વિગતો સામે આવી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એસઓજી પીએસઆઈ તરીકે ફરજ બજાવી ગયેલ તકલીન પીએસઆઈ અને હાલ વડોદરાના ફતેગંજ પોલીસ દફતરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિહ ગોહિલ (ડીબી ગોહિલ) અને તેના સ્ટાફ સામે ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગત વર્ષ ૨૦૧૯માં ડીસેમ્બર માસમાં એક વિસ્તારમાં થયેલ ચોરીને લઈને શકદાર તરીકે મૂળ તેલંગાનાના શેખ બાબુ શેખ નિશાર ઉવ ૬૦ને પૂછપરછ માટે બોલાવી લીધા હતા.

 ફતેગંજ પોલીસ સ્ટેશનના કોમ્યુટર રૂમમાં લઇ જઈ પીઆઈ સહીતનાઓએ આ વૃદ્ધ સામે ચોરીની કબુલાત કરાવવા શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને લોહી લુહાણ કરી નાખ્યો હતો. વૃદ્ધને ખુરશી સાથે બાંધી સખત માર માર્યો હતો, પોલીસે વૃદ્ધના હાથના આંગળીઓ વચ્ચે બોલપેન ભરાવી જોરથી દબાણ આપીને તેઓને લોહી લુહાણ કરી નાખ્યા હતા. ‘સાહેબ મેને કુછ નહી કિયા મુઝે જાને દો’…કહેતા કહેતા વૃદ્ધ બેસુધ્ધ થઇ ગયો અને અંતે પ્રાણ ત્યજી દીધા હતા. જેને લઈને ઉપરોક્ત તમામ આરોપી પોલીસકર્મીઓની ઊંઘ ઉડી ગઈ હતી. આ તમામ આરોપીઓએ તાત્કાલિક મળીને વૃદ્ધના મૃતદેહનો તાત્કાલિક નિકાલ કરી પ્રકરણ પરથી પરદો પાડી દીધો હતો. દરમિયાન વૃદ્ધના જમાઈએ પોલીસમાં સસરા શેખ બાબુ ગુમ થયાની ગુમ નોંધ કરાવી હતી. જેની તપાસ પીઆઈ એસજી સોલંકીએ કરી હતી. દરમિયાન ગુમ વૃદ્ધ સાથે ફતેગંજ પોલીસમાં કૈક અજુગતું બન્યાની ગુપ્ત માહિતી મળતા એસીપી ભેસાણીયાએ ગુપ્ત ઈન્કવાયરી માંગી તપાસ ચલાવી હતી. જેમાં પીઆઈ ડીબી ગોહિલ સહીનાઓની સંડોવણી અને સંગીન આરોપો સામે આવ્યા હતા. જેને લઈને મદદનીશ પોલીસ કમિશ્નર એસ જી પાટીલે ફરિયાદી બની ફતેગંજ પોલીસ દફતરના પીઆઈ ડીબી ગોહિલ અને ડી સ્ટાફના પીએસઆઈ દશરથ રબારી, અનાર્મ એલઆર પંકજ માવજીભાઈ, યોગેન્દ્ર્શિંહ જીવણસિંહ, રાજેશ સવજીભાઈ, હિતેશ શંભુભાઈ સહિતનાઓ સામે વૃદ્ધની બિન ઇરાદીત હત્યા, સરકારી દસ્તાવેજોનો નાશ કરી, પુરાવાઓ સગેવગે કરવા ઉપરાંત ગુનો છુપાવવા કરેલ પ્રયાસ અનુસંધાને આઈપીસી કલમ ૩૦૪, ૨૦૧, ૨૦૩, ૨૦૪ અને ૩૪ મુજબ ફરિયાદ નોંધી હતી. પીઆઈ સહિતના સખ્સોની અટકાયત કરવા મદદનીશ પોલીસ કમિશ્નર પાટીલ સહિતના સ્ટાફે તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here