કોરોના અપડેટ્સ : વકીલ, ડોક્ટર અને સરકારી કર્મચારીઓ સહીતઓ 309 કોરોનાની ઝપટે, સ્થિતિ કાબુ બહાર

0
171

જામનગર : જામનગરમાં કોરોનાના ચિંતાજનક રીતે વધેલા સંક્રમણમાં જી.જી.હોસ્પિટલના વધુ 3 તબીબો સંક્રમિત થયા છે. આ ઉપરાંત બે વકિલો પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.જામનગર શહેરમાં દરરોજ ત્રણસો જેટલા કોરોના કેસ નોંધાઇ રહ્યા છે તેમજ 40 થી 50 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ છે. કોરોના સંક્રમિત થયેલા અને ખાસ કરીને ગંભીર સ્થિતિના દર્દીઓ માટે જી.જી.કોવિડ હોસ્પિટલ જ એક માત્ર આધાર છે અને તેથી જ તેની સારવાર સાથે જોડાયેલ ડોકટર અને નર્સીગ સ્ટાફ સતત કોરોના સંક્રમિત થઇ રહ્યો છે.


જી.જી.હોસ્પિટલના વધુ 3 ડોકટર અને એક નર્સીગ કર્મચારીને કોરોનાનું સંક્રમણ થયું છે. આ ઉપરાંત જામનગરના વધુ બે વકિલોનો પણ કોરોના રિર્પોટ પોઝીટીવ આવ્યો છે. પોર્ટ કોલોની પોલીસ હેડ કવાટર્સમાં પણ કોરોનાએ ફરી પ્રવેશ કર્યો છે. આર્યસમાજ રોડ વિસ્તારમાં રહેતા એક જ પરિવારની 6 વ્યકિત કોરોના સંક્રમિત થયા હોવાનું નોંધાયુ: છે.
આ ઉપરાંત જામનગરમાં શરૂસેકશન રોડ ઉપર જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીના ઝોન-2 અને ઝોન-3ના સબ રજીસ્ટ્રાર તેમજ બે કોમ્પ્યુટર ઓપરેટર અને એક પટ્ટાવાળા કોરોનાની લપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. આજે વધુ એક વખત કોરોનાનાં નવા દર્દીઓનો આંક સતત ત્રીજા દિવસે ૩૦૦ ઉપરાંતનો રહ્યો છે. આજે શહેરમાં ૧૮૮ અને ગ્રામ્યમાં ૧૨૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૪૪ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here