મજબૂરી : વરસાદી પાણીમાં દુકાનનો સામાન પલળી જતા ચિંતાગ્રસ્ત દુકાનદારે ભર્યું આવું પગલું

0
569

જામનગર અપડેટ્સ : જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક નાના વેપારીએ આયખું ટુકાવી લઇ ફાની દુનિયાને અલવિદા કરી છે. એક દાયકાથી નાની નાની બાબતે ટેન્શનમાં આવી જતા વેપારીનો દુકાનનો સામાન હાલ વરસાદી પાણીમાં પલળી જતા ચિંતાગ્રસ્ત બન્યા હતા. જેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે વેપારીના પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું.

જામનગરમાં કાલાવડનાકા બહાર સનમ સોસાયટી શેરી નં-૦૨માં રહેતા ગુલામ રસુલભાઇ ગુલાન હુશેનભાઇ કાદરી (ઉવ ૪૩) નામના નાના વેપારીએ ગઈ કાલે પોતાના ઘરે આપઘાત કરી જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની રૂકસાનાબેન ગુલામ રસુલભાઇ ગુલાન હુશેનભાઇ કાદરીએ જાણ કરતા સીટી એ ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃતક છેલ્લા એક દાયકાથી માનસીક બીમાર હોય અને તેની દવા ચાલુ હોય અને વાત વાતમા માનસીક ટેન્સનમા રહેતા હોવાનું નિવેદન નોંધાવી ઉમેર્યું હતું કે થોડા સમય પહેલા વરસાદના કારણે દુકાનનો માલસામાન પલળી ગયેલ જતા જે બાબતે સતત ચીંતામા રહેતા હોય જેનુ મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. સીટી એ ડીવીજન પોલીસના હેડ કોન્સ્ટેબલ ડી.એમ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here