ચોમાસું પૂર્ણ : ૧૪૦ ટકા વરસાદ, સૌથી વધુ કાલાવડમાં, જાણો અન્ય તાલુકાઓની સ્થિતિ

0
1127

જામનગર અપડેટ્સ : ચોમાસાના પ્રથમ ત્રણ મહિનાની નીરસતા બાદ સમગ્ર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા હતા. જોકે અંતિમ તબ્બકામાં ભાદરવો ભરપુર વરસી જતા ખરીફ પાકની સાથે પીવાના અને એકંદરે સિંચાઈના પાણીની સમસ્યા હળવી થઇ ગઈ છે. આ વર્ષે જામનગર જીલ્લામાં ૧૪૦ ટકા વરસાદ થયો છે. જેમાં કાલાવડ તાલુકામાં તો ૨૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ જામનગર પંથકમાં ૧૦૯ ટકા નોંધાયો છે.

ચોમાસાએ સતાવાર વિદાય લીધી છે. હાલાર સહિત સમગ્ર રાજ્યમાં હવે ખરીફ પાકની લલણીની સીઝન શરુ થઇ ચુકી છે. આ વખતે પ્રથમ ત્રણ માસની સીજનમાં મેઘરાજાએ કંજુસાઈ કરી હતી. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા હતા. પરંતુ ભાદરવો મહિનો ભરપુર વરસી જતા ખરીફ પાકનું ચિત્ર સુંદર બની ગયું  છે. રાજ્યભરમાં ૧૦૦ ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ નથી ભરાયો પણ રાજ્યમાં પડેલા વરસાદનાં કારણે પીવાના પાણીની સમસ્યા હળવી રહેશે એવું હાલ ડેમની સ્થિતિ પરથી કહી શકાય.

જામનગર જિલ્લાનીની વાત કરીએ તો જ્યાં દોઢ માસ પૂર્વે નબળા વરસની ધારણાઓ બાંધી લેવામાં આવી હતી ત્યાં મેઘરાજાએ અશીમ કૃપા કરતા ચિત્ર બદલાયું  છે. જિલ્લામાં ત્રીસ વર્ષના રેકોર્ડની સરાસરી કાઢવામાં આવે તો આ વર્ષે ૧૪૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં અતિવૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડ પંથકમાં નોંધાયો છે. ગત વર્ષે પણ આ તાલુકો વરસાદમાં અવ્વલ રહ્યો હતો.

આ વખતે કાલાવડમાં ૨૦૦ ટકા વરસાદ નોંધાયો છે. આકડાકીય રીતે તાલુકામાં ૧૩૮૧ મીમી ( એકંદરે સાડા પંચાવન ઇંચ) વરસાદ નોંધાયો છે. જયારે બીજા નમ્બર પર જોડિયા તાલુકો રહ્યો છે જ્યાં ૯૨૧ મીમી ( એકંદરે ૩૭ ઇંચ) જે મોસમનો ૧૪૫ ટકા વરસાદ દર્શાવે છે. જયારે ત્રીજા નંબરે ધ્રોલ તાલુકો રહ્યો છે. આ પંથકમાં ૮૯૬ મીમી ( એકંદરે ૩૬ ઇંચ) ત્યારબાદ જામજોધપુર પંથકનો સમાવેશ થાય છે અહી સીજનનો ૮૫૦ મીમી ( ૩૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. જે સીજનના ૧૧૮ ટકા છે. જયારે લાલપુરમાં ૮૩૩ અને જામનગરમાં ૮૨૨ મીમી ( અનુક્રમે એકંદર સવા તેત્રીશ અને તેત્રીશ ઇંચ ) જે મોશમના કુલ વરસાદના ૧૧૪ અને ૧૦૯ ટકા વરસાદ દર્શાવે છે.

આમ જામનગર જિલ્લામાં કુલ ૯૫૦ મીમી ( એકંદરે ૩૮ ઇંચ) વરસાદ નોંધાયો છે જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૪૦ ટકા છે. ભારે વરસાદના કારણે કાલાવડ અને જામનગર પંથકમાં વ્યાપક નુકશાની પણ પહોચી છે. જો કે મોટાભાગના ડેમ ઓવર ફલો થઇ જતા શિયાળુ પાકનું ચિત્ર સારા રહેવાની આશાઓ બંધાઈ છે. સાથે સાથે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઊંડ એક, રણજીતસાગર અને સસોઈ ડેમ પણ ઓવરફળો થઇ જતા શહેરની વાર્ષિક પાણી સમસ્યા હળવી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here