ઉમળકો: જામજોધપુર-લાલપુરના ગામડાઓમાં ચીમનભાઈ સાપરિયાને અદમ્ય આવકાર

0
1403

ગુજરાતમાં શિયાળાની ઋતુની શરુઆત થઇ રહી છે. વાતાવરણમાં જેમ-જેમ ઠંડકનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ તેમ ગુજરાતમાં વિધાનસભા-2022ની ચૂંટણીનો ગરમાવો પણ વધી રહ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે દરેક ઉમેદવારોએ એક પણ ઘડી ચૂકયા વગર સમયની સાથે તાલ મિલાવી જંજાવાતી ઉપયોગ લોકસંપર્ક કરી રહ્યા છે. જેમાં જામજોધપુર બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર ચીમનભાઈ સપરિયાએ ધુવાંધાર જન સંપર્કમાં પ્રચંડ જન સમર્થન સાંપડી રહ્યું છે.

80-જામજોધપુરના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ચિમનભાઇ શાપરીયાની વાત કરીએ તો પ્રચાર-પ્રસાર અભિયાન દરમિયાન રક્કા ગામે જનસંપર્ક કર્યો હતો. લાલપુરના રક્કા ગામે જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, હોદ્ેદારો, કાર્યકર્તાઓ, વડીલો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચિમનભાઇ શાપરીયાને આવકાર આપ્યો હતો. લોકોને પોતાનો કિંમતી અને અમૂલ્ય મત ભારતીય જનતા પાર્ટીને આપી પોતાની પસંદગી કમળ પર ઉતારવા માટે ચિમનભાઇએ ગ્રામજનોને આહવાન કર્યું હતું અને લોકોએ પણ ચિમનભાઇને આવકારી તેમને પુરું સમર્થન આપ્યું હતું.
જ્યારે લાલપુરના નવા ધુણીયા અને માધુપુર ગામમાં ચિમનભાઇ શાપરીયા લોકસંપર્ક માટે ગામમાં ગયા ત્યારે લોકોએ બહોળો પ્રતિસાદ આપીને તેમને આવકાર્યા હતાં. ચિમનભાઇનો સરળ સ્વભાવ અને પ્રભાવિત વ્યક્ગિત અને લોકો માટે કંઇક કરવાની તેમની ભાવના લોકોને તેમના તરફ ખેંચે છે. ઉમેદવાર કેવો હોવો જોઇએ ? તે આપણને ચિમનભાઇના વ્યક્તિવત્વ પરથી જોવા મળે છે અને લોકો વચ્ચે રહીને કામ કરવામાં માનનારા ચિમનભાઇ માટે લોકોનું પણ એ જ કહેવું છે કે, ‘કહો દિલસે ચિમનભાઇ સાપરીયા ફિરશે’ લોકો દ્વારા મળતા પ્રતિસાદનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને ચિમનભાઇ પણ લોકોને પોતાનો પવિત્ર અને કિંમતી મત કમળને આપી અને ચિમનભાઇને લોકસેવા માટે પસંદ કરવા માટે આહવાન કર્યું હતું.


જ્યારે માનીતા નેતા ચીમનભાઈનો કાફલો લાલપુરના મોટાપાચસરા ગામ અને વડ પાંચસરા ગામે જનસંપર્ક માટે પહોંચ્યા ત્યારે ગામના આગેવાનોએ તેમને આવકાર્યા, ગામના વડીલોએ તેમને આ વિકાસની ગાથાને આગળ વધારવા માટે આશિર્વાદ આપ્યા હતાં. જ્યારે ગામના યુવાનોએ તેમની આગળ વધવા માટે પુરો સાથ અને સહકાર આપ્યો હતો. ચિમનભાઇને મળેલા બહોળા પ્રતિસાદથી ચિમનભાઇ પણ હૃદયપૂર્વક ગ્રામજનોનો આભાર માન્યો હતો અને મતદાન જાગૃતિ માટે સંદેશ આપ્યો હતો. મતદાન કરવુ એ આપણો અધિકાર છે, તેથી દરેક વ્યક્તિએ મતદાન અવશ્ય કરવું જોઇએ. તેવું આહવાન કર્યું હતું.
જ્યારે તેઓ લાલપુરના ગલ્લા ગામે જનસંપર્ક કર્યો ત્યારે આ પ્રસંગે જિલ્લાના આગેવાનો અને મહાનુભાવો તેમજ હોદ્ેદારો દ્વારા તેમને આવકાર મળ્યો અને લોકો સુધી પહોંચીને તેમની જન-જનની સમસ્યાઓ દૂર કરવા માટેની તૈયારીઓ બતાવી હતી. ગ્રામજનોની દરેક નાની-મોટી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તેમણે ગ્રામજનોને આહવાન કર્યું કે, મને તમારી સેવાનો લાભ આપો આવનારી ચુંટણીમાં તમારો કિંમતી મત મને આપી અને વિજયી બનાવો. ત્યારે લોકોએ પણ ચિમનભાઇના સૂરના સૂર પુરાવતા કહ્યું હતું કે, લાલપુરના ગલ્લા ગામના ગ્રામજનો તમારી સાથે છે. તમે આ વિકાસના કાર્યોમાં જોડાઇને આગળ વધો. અમે તમારા સમર્થનમાં છીએ. ત્યારે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોય અને જામજોધપુરમાં ચિમનભાઇ શાપરીયા હોય, ત્યારે જામજોધપુરનો વિકાસ આભને આંબે તેવી આશાઓ લોકોએ વ્યક્ત કરી હતી અને ચિમનભાઇએ પણ લોકોને આ આશા પર ખરા ઉતરવાની તૈયારીઓ દર્શાવી હતી.
જનસંપર્ક દરમિયાન મળી રહેલા અદમ્ય આવકાર અને વિજય વિશ્વાસની લાગણીઓ વચ્ચે ચીમનભાઈ સાપરિયા અને કાર્યકરોએ લાલપુરના બાબરીયા, ચોરબેડી ,બાઘલા,સાજડયારી ગામે પહોંચ્યા હતા. જ્યાં સંખ્યાબંધ ગ્રામજનોએ ઉમળકાભેર વધાવી લઈ સાથે હોવાનો વાયદો કર્યો હતો. સાથે સાથે ચીમનભાઈએ પણ સહકાર સાથે કામ કરવાનો વાયદો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here