લૂંટરી દુલ્હને જામનગરના રસોયાને પોણા ત્રણ લાખનું બુચ માર્યું

0
910

જામનગરમાં લુટેરી દુલ્હન નો વધુ એક યુવાનનો ભોગ બની ગયો છે લગ્ન ના ખર્ચ અને દાગીના પેટે મહારાષ્ટ્ર યુવતી અને તેનો પરિવાર તેમજ અન્ય બે દલાલ સહિતના શખ્સોએ પૂર્ણ ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સીટી બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઇ છે. લુટેરી દુલ્હન અગાઉ મહારાષ્ટ્રના પૂણેમાં પણ આજ રીતના લગ્નના નામે છેતરપિંડી કરતા પકડાઇ ચૂકી હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં લુટેરી દુલ્હન વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલ ની ચાલી ગરબી ચોક ખાતે રહેતા અને રસોઇ કામ કરતા સાગર સદાશિવ ભાઈ ના પિતા એ તેઓના લગ્નની વાત સગા સંબંધીઓ અને મિત્રોને કરી હતી લાંબા સમય બાદ તેના રાજકોટ રહેતા એક મિત્ર પ્રકાશ મારુ યે પોતાના ધ્યાનમાં એક છોકરી હોવાનું જણાવી અમદાવાદના વિષ્ણુભાઈ ને મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ હોવાની અને તેની યુવતી કુવારી હોવાનું જણાવ્યું હતું.

જેને લઇને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઇએ સુરતના પુણા ગામ માં નારાયણ સોસાયટીમાં રહેતા સુધાબેન ના ઘરે બોલાવી કન્યા જોવાનું ગોઠવ્યું હતું દરમિયાન તારીખ 27 1 2020 ના રોજ રસોઈ કરતા યુવાન અને સાગર અને પ્રકાશ ભાઈ તથા સગરના મિત્ર હમિદ ભાઈ m33 જામનગર થી સુરત ગયા હતા પ્રકાશભાઈ ના જાણીતા વિષ્ણુભાઈ અને બીજા એક ભાઈએ ચાર મહિલા હાજર હતા જેમાંથી એક મહિલાને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઈ ઓળખતા હતા તે મહિલાને ઓળખાણ કરાવી જે સંગીતાબેન સુધાબેન patti હતા તેમ જણાવ્યું હતું જેમાં ત્રણ યુવતીઓ પૈકી શુભાંગી પ્રભાકરન સિંદે નામની કન્યા બતાવી તેની સાથે સાગર ના લગ્ન કરાવવાના છે એમ નક્કી થયું હતું ત્રણ પૈકીની બીજી બે મહિલાઓ એક સુગંધી ની માતા મનિષાબેન અને બીજી તેની માસી આશાબેન હોવાની ઓળખ છે તે સમય આપી હતી ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન પરિવાર જામનગર આવ્યો હતો અને જામનગરમાં સાગર ભાઈના ઘરે ભોજન કર્યા બાદ લગ્નનું નક્કી કર્યું તો દરમ્યાન તારીખ 29 1 2022 ના રોજ મહારાષ્ટ્રીયન પરિવાર કન્યા ને સાથે રાખી જામનગર આવ્યો હતો અને લગ્નનું નક્કી થયું હતું. દરમિયાન તા. 14/2ના રોજ કોર્ટ મેરેજ ની વિધિ કરાવી હતી લગ્નના ખર્ચ પેટે સાગરના પરિવારે મહારાષ્ટ્રીયન પરિવારને રૂપિયા એક લાખ 80 હજાર આપ્યા હતા.


ત્યારબાદ તા.16/2ના રોજ શિવાંગી કોઈને કહ્યા વગર જ કયાંક ચાલી ગઈ હતી. પાછળથી સાગર અને તેના પરિવારે શોધખોળ કરી પણ શુભાગી ક્યાંય મળી ન હતી. ઘરમાંથી રૂપિયા 40 હજાર અને દાગીના ગાયબ હોવાથી શુભાંગી આ તમામ મુદ્દામાલ લઈ ગઈ હોવાની પરિવારને શંકા ગઈ હતી. બીજા દિવસે શુભાંગીની માસીએ ફોન કરી કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી ન હોવાથી મહારાષ્ટ્ર આવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સમયાંતરે જુદા જુદા બહાના બનાવી શુભાંગીને મોકલી ન હતી. એક દિવસ વાયરલ વિડિઓ સામે આવ્યો જેમાં શુભાંગી, મનીષા શિંદે અને આશાબેન ભોરેએ અન્ય યુવાન સાથે આવી જ રીતે લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સાગરભાઈએ આ લૂંટેરી દુલ્હન અને તેની માતા, માસી તેમજ અન્ય બે દલાલ સામે સીટી બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here