કેફી કારોબાર : બે કિલો ગાંજો આરોપીના ભાઈએ જ સપ્લાય કર્યો

0
558

જામનગર: જામનગરમાં એસઓજી પોલીસે ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ એક સખ્સના ઘરે દરોડો પાડી બે કિલો ગાંજા સામે પકડી પાડ્યો છે. પોલીસે આ સખ્સની સામે એનડીપીએસ ધારાઓ મુજબ કાર્યવાઈ કરી છે.

જામનગરમાં હજુ પણ કેફી પદાર્થનું છાને ખૂણે વેચાણ થતું હોવાની છાશવારે ફરિયાદો ઉઠતી આવી છે. ત્યારે એસઓજીએ આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ કાલે સાંજે એસઓજીની ટીમે ઉપરોકત વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં આ શખ્સના ઘરની તલાશી લેતા અંદરથી રૂ.૨૦,૦૦૦ ની કિંમતનો બે કિલો ગાંજો તથા રૂ.૧૦૫૦૦ની રોકડ અને રૂ.૫૦૦ની કિંમતનો એક મોબાઈલ તેમજ એક ડિજિટલ વજન કાંટો કબ્જે કર્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી સિટી એ ડિવિઝન પોલીસ દફ્તરમાં એનડીપીએસ ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

અલ્તાફ ઉર્ફે શીમુળો હુસેનભાઈ સમાએ તેના જ કૌટુબીક ભાઈ ઈદરિસ મહોમદ હાલાએ પાસેથી ગાંજો ખરીદતો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને પોલીસે ઈદરીસને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી મળી આવેલ દસ હજારની રોકડ રકમ વેચેલા જથ્થાની મૂડી છે કેમ તે પણ તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here