જામનગર નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત

0
1263

જામનગર નજીક મોટી ખાવડી પાસે આજે વહેલી સવારે એક ટેન્કર અને ખાનગી બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતના પગલે બન્ને તરફનો ટ્રાફિકજામ થયો હતો. જો કે બનાવમાં ટેન્કરચાલક અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ મોટી ખાવડી ગામે આજે વહેલી સવારે એક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટેન્કરચાલક અને બસમાં સવાર બે-ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ઘટનાને પગલે મેઘપર પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના સિક્યોરિટી સ્ટાફ પણ તુરંત સ્થળ પર પહોંચી બન્ને તરફેનો ટ્રાફીક દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. મેઘપર પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here