મહાનગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર

0
856

જામનગર : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. હાલ વોર્ડના સીમાંકન સબંધિત કામગીરી શરુ કરવામાં આવી છે. બીજી તરફ મતદાનની સમય અવધિમાં પણ વધારો થવાની વેતરણ ચાલી રહી છે. રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓ આગામી નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજવાનો તખ્તો તૈયાર કરાયો છે.

જામનગર મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રાજ્ય ચુંટણીપંચ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અત્યારે રાજ્ય ચૂંટણી પંચના મહેશ જોશીએ જણાવ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનું કાઉન્ટડાઉન શરુ કરવામાં આવ્યું છે આગામી નવેમ્બર માસમાં ચૂંટણી યોજશે જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. નવા  સીમાંકનને લઈને જે ફેરફાર થયો છે તેના લીધી સીમાંકન અને વોર્ડની કામગીરી શરુ કરવામાં આવી છે.

હાલ મહાનગરોમાં વોર્ડ અને ભૌગોલિક કામગીરી શરુ કરાઈ છે. મહાનગરો ઉપરાંત સાત નવી નગરપાલિકાઓમાં પણ સીમાંકન સબંધિત કામગીરી શરુ કરવામાં આવી છે. બીજી તરફ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ વિગત મુજબ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં એટલે કે તા. ૨૨ પછી ચૂંટણી યોજાશે. જેમાં મતદાન પૂર્વે એક અને મતદાન બાદ એક એમ બે કલાક સુધીનો સમયમાં વધારો કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here