ભાવનગરના ખેડૂત જામનગર યાર્ડમાં પેંડા વેચ્યા, જાણો કેમ ખુશ થયો જગત તાત

0
3260

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ અજમાનું હબ બન્યું છે. આજે થયેલ હરાજીમાં અજમા લઇ આવેલ એક ખેડૂતના અજમાનો વિક્રમ જનક ઉપજ્યો હતો. જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ખુશી  ફેલાઈ ગઈ છે.

 હાપા માર્કેટીંગ યાર્ડમાં અજમાંની બજાર તેજી સાથે ખુલ્લી હતી. એટલું જ નહીં હરરાજીમાં અજમાનો 20 કિલોનો ભાવ રૂા.5100 સુધી આંબી જતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ હતી. આમ જો તો અજમાનું મુખ્ય બજાર જામનગર માર્કેટીંગ યાર્ડ રહ્યું છે ત્યારે મહુવાથી ખેડૂત પોતાના અજમાં વહેંચવા જામનગર  આવ્યો હતો. ભાવનગર જીલ્લાના વિપુલભાઈને તેના એક મણ અજમાનો ભાવ રૂા.5100 મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફેલાયું હતું. મહા મહેનતે પકવેલ અજમાના ઊંચા ભાવ આવતા ખેડૂત હરખાઈ ગયો હતો અને ખુશી રૂપે ખેડૂતો અને વેપારીઓને પેંડા ખવડાવી મોઢા મીઠા કાર્ય હતા

જામનગર યાર્ડમાં આજે અજમાની આવક 14 ગુણીની  નોંધાઇ હતી.ત્યારે અજમાનો ભાવ રૂા.5100 એ તેજીના ટકોરે પહોંચ્યો હતો. જામનગર માર્કેટીંગ યાર્ડ મગફળી સહિતની જણસીનો ભાવ સારા એવા ખેડૂતોને મળી રહેતા ખેડૂતો પણ હાપા તરફ પોતાની જણસીના વહેચાણ અર્થે સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા થયા છે. જામનગર માર્કટિગ યાર્ડ હાપામાં ગઈકાલે કપાસનો મણનો ભાવ રૂા.1500 થી રૂા.1750 તેમજ જીરૂનો ભાવ મણ નો રૂા.2200 થી રૂા.3000 રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here