ભાણવડ: PSIના પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ

0
1101

ખંભાળિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇના ભાણવડ રહેતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ભાણવડ ખાતે પ્રાથમિક સારવાર આપી તેઓને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન ગૃહ કંકાસના કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બનાવનું સ્પષ્ટ કારણ જાણવા માટે આ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ દત્તામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રોશનબેન નોઈડાના ભાણવડ ખાતે રહેતા પતિ હસીન વલીમામદ એ આજે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી છે. ભાણવડ ખાતે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસનભાઈને ભાણવડ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. દરમ્યાન તેઓને વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે પોલીસ બેડામાં ચકચાર જવા પામી છે. ગ્રુહ કલેશના કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે, જોકે આ બનાવ અંગેનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here