અરેરાટી : મૈત્રી કરારના સબંધમાં દરાર પડતા યુવાને તળાવમાં જંપલાવ્યુ

0
895

જામનગર અપડેટ્સ  : જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવી એક યુવાને આપઘાત કર્યો છે. પત્નીએ મૈત્રી કરાર બાદ સતત બોલાચાલી કરતી હોવાથી યુવાનને લાગી આવ્યું હતું અને અંતે કંટાળી તળાવમાં જંપલાવી આપઘાત હતો. પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.

જામનગરમાં રણમલ તળાવ ગેટ નં – ૦૬ પાસે આવેલ જરૂખા પાસેથી જંપલાવી ઇરફાનશાહ દાઉદશાહ શાહમદાર ઉ.વ.૨૫ રહે. નવીવાસ મસ્જીદની બાજુમાં  વાળા યુવાને ગઈ કાલે રણમલ તળાવના ગેઇટ નમ્બર છ સામેના ઝરૂખામાંથી જંપલાવી આપઘાત કરી લીધો હતો. પોતાની પત્ની સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. પરંતુ છેલ્લા બે મહીનાથી બન્ને વચ્ચે બોલાચાલી થતી હતી. જે બાબતે રીક્ષા ચલાવતા મૃતકને લાગી આવ્યું હતું અને તળાવમાં પડી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here