અરેરાટી : જીવલેણ બન્યો જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ, બેના મોત

0
820

જામનગર : જામનગર નજીક મોટી ખાવડી પાસે આજે સર્જાયેલ રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું  સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બેને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  ગઈ કાલે બેડ પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં ખંભાળિયાના બે મિત્રો પૈકી એકનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એકને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જામનગર નજીક ખંભાળિયા રોડ પર બે દિવસમાં બે જીવલેણ અકસ્માત સર્જાયા છે જેની વિગત મુજબ ગઈ કાલે બેડ ગામના પાટિયા પાસે બપોરે અઢી વાગ્યા સુધીના ગાળા દરમિયાન પુર ઝડપે દોડતા એક ટેન્કરે બાઈકને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ખાતે રહેતા અને મંડપના ધંધા સાથે સંકળાયેલ ભવ્ય  રશ્મીભાઈ શુક્લ ઉવ ૨૧ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું જયારે મૃતકના મિત્ર મહિપાલસિંહ મયુરસિંહને ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે વિપ્ર પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. જયારે અન્ય એક અકસ્માત આજે આ જ રોડ પર ખાવડી ગામ નજીક જીજે ૧૦ ટીડબ્લ્યુ ૭૧૭૪ અને એક બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ભરત રાયચંદભાઈ અને રસીલાબેન તિલકચંદ નાગડાને ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ બંને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here