તારા બાપની ગુલામ છું ? રાજ્ય મંત્રીના પુત્રને પરખાવનાર લેડી કોન્ટેબલે ભર્યું આવું પગલું

0
1412

જામનગર : રાજ્યના આરોગ્ય મંત્રી અને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્ર અને સુરતની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે થયેલ બબાલને લઇને રાજ્યભરમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે. રાજ્ય મંત્રીના પુત્રએ ૩૬૫ દિવસ અહી જ ડ્યુટી કરાવવાની આપેલ ધમકી બાદ રણચંડી બનેલ મહિલા પોલીસકર્મીએ પોતાનો અસલી મિજાઝ બતાવી મંત્રી પુત્રને સોરી સોરી બોલતો કહી દીધો હતો. રાજ્યમંત્રીના પુત્ર સાથે થયેલ બબાલને લઈને મહિલા પોલીસ કોન્સ્ટેબલે એવું પગલું ભર્યું છે જેને લઈને રાજય ભરમાં તેનું કદ ઉચું થઇ ગયું છે.

રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરતની  મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવ વચ્ચે રાત્રે થયેલ ગરમાગરમ ચર્ચાઓની ઓડિયો વાયરલ થતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પાણી છે. આ ઓડિયો વાયરલ થતા જ પ્રસાર પ્રસાર મધ્યમોમાં ખાસી ચમકી હતી. મહિલા પોલીસ કર્મચારીની ઓડિયો સાથે જ ઈલેક્ટ્રોનિક મીડિયામાં સમાચારો વહેતા થયા બાદ રાજ્ય સરકાર,  પોલીસ પ્રસાસન હરકતમાં આવ્યા હતા. બીજી તરફ આ ઓડિયોમાં મુખ્ય ભૂમિકામાં રહેલ પોલીસ કોન્સ્ટેબલે તમામ વિવાદમાંથી છુટકારો મેળવવા માટે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેને લઈને હાલ સુનીતા યાદવ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

સુનીતાએ ચોક્કસથી વાણીવિલાસ આચરી પોલીસ પ્રતિષ્ઠા પર દાગ લગાવ્યો જ છે. પરંતુ કાયદો તમામ માટે સરખો હોય છે એમ ઉપરી અધિકારીઓ કેમ ન સમજી શક્યા ? ઉપરી અધિકારીએ સુનીતા યાદવને તાત્કાલિક ઘટના સ્થળ છોડી દેવા કહી કોઈ મેખ નથી મારી, આ બાબત પોલીસ તંત્રમાં રહેલ રાજકારણની દખલગીરીનો પુરાવો બોલે છે. ત્યારે સુનીતાના રાજીનામાં અંતિમ પગલાથી હાલ તેણીની  રાજ્યભરમાં ફરી વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here