
જામનગર અપડેટ્સ: પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોચી છે. ભારતીય એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટીક ટીમના ચાર પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સુર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી. સૂર્યકિરણ એરોબેટીક એર સોની ટીમના પાંચેય સદસ્યોએ વિદ્યાર્થીઓએ અને જામનગરવાસીઓને એર સો માં સામેલ થવા ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું.

આજે બપોરે જામનગરની ભાગોળે એરપોર્સ્વાટ રોડ પર આવેલ મીનારાયણ ગુરુકુળ ખાતે સૂર્નાય કિરણ એરોબેટીક ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો. જેં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ટીમ સૂર્યકિરણને પોતાના અનુભવો,રોમાંચ, એરફોર્સમાં જોઈનીંગ અને કેવી રીતે એરફોર્સને કેરિયર બનાવ્યું ? ઉપરાંત એર સો દરમિયાન ટાઈમિંગ અને કોમ્યુનીકેશન લેપ્સ થાય ત્યારે ટીમના સભ્યો એક બીજાનો સંપર્ક કઈ રીતે કરી શકે ? સહિતના પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ તમામ સવાલોના સહજ ભાવે જવાબો આપી ટીમ સૂર્ય કિરણએ વિદ્યાર્થીઓના અનોખી છબી ઉભી કરી હતી. ટીમ વતી એર સો માં કોમેન્ટેટર તરીકે જોડાયેલ કવર સંધુએ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી તમામ જામનગરવાસીઓને એર સો જોવાનું આમત્રણ આપ્યું હતું.

આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદીરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર , સ્વામીનારાયણ ગુરુકુળ સૈક્ષણિક સંકુલના પ્રિન્સીપાલ પુયુસ પટેલ અને સંકુલની ટીમ હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.
