આફ્ટરનૂન અપડેટ્સ : જામનગર જીલ્લામાં માત્ર ૨૫ મિનીટમાં ચાર વખત ધરા ધ્રુજી, ચોતરફ ભય

0
620

જામનગર : જામનગર જીલ્લામાં કાલાવડની જૂની ફોલ્ટ લાઈન સંક્રીય થતા ગત વર્ષનો ભયનો માહોલ ફરી રચાયો છે. સતત ધરતી કંપન વચ્ચે આજે માત્ર ૨૫ મિનીટમાં વધુ ચાર આંચકાઓથી ધરા ધ્રુજતા ભય બેવડાયો છે. સતત આંચકાઓથી ભયમો માહોલ ઉભો થયો છે.

જામનગર જીલ્લામાં છેલ્લા એક-દોઢ મહિનાથી ભૂકંપના હળવા આંચકાથી સમયાંતરે ધરા ધ્રુજે છે. ત્યારે આજે બપોરે એક સાથે ચાર વખત ધરા ધ્રુજતા ફરી ભય વ્યાપી ગયો છે. આજે ગુરુવારે 11:41 વાગ્યે 2.2 ની તીવ્રતા નો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ જામનગર તાલુકાનું હડમતીયા ગામનો સીમ વિસ્તાર નોંધાયો હતો. આ આંચકો ત્રણ કિમીની ઊંડાઈએથી આવ્યો હતો. જયારે ચાર મિનીટ બાદ એટલેકે 11:45 વાગ્યે 2.2 ની તીવ્રતા નો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ કાલાવડ તાલુકાનું બેરાજા ગામે નોંધાયું હતું. આ આંચકો જમીનથી અંદર ત્રણ કિમી ઊંડાઈએથી ઉદભવ્યો હતો. જયારે આ આંચકાની ચાર મિનીટ બાદ એટલેકે 11:59 વાગ્યે 1.8 ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ કાલાવડનું વાણીયા ગામે નોંધાયું હતું. જે જમીન અંદરથી સાત કિમીના અંતરેથી ઉદ્ભવ્યો હતો. જયારે અંતિમ આંચકો સાત મિનીટ બાદ એટલે કે 12:06 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 1.7  મપાઈ હતી.

કચ્છના વાગડ પ્રાંત થી માંડી મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ થઇ અરબી સમુદ્રના પેટાળથી છેક મુંબઈ પાલઘર સુધી ફેલાયેલ છે ફોલ્ટ લાઈન, આ જૂની ફોલ્ટ લાઈન પર સતત હળવા આંચકાઓ ઉદભવી રહ્યા છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ શરુ થયેલ હળવા કંપનની પરંપરા હજુ સુધી યથાવત રહી છે. એમાય આ ફોલ્ટ લાઈન કચ્છ, કાલાવડ અને પાલઘરમાં ખુબ જ સક્રિય બની છે, પરંતુ ભૂકંપની માત્ર નગણ્ય હોવાથી થોડી રાહત છે એમ નિષ્ણાતોનું માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here